Abtak Media Google News

ઉપપ્રમુખ પદે પણ રાજૂભાઇ ગીડાની બિન હરિફ વરણી

બગસરા નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં બગસરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે પ્રાંત અધિકારી ઝનકારના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજવામાં આવી હતી જેમા ઇન્ચાર્જ મામલતદાર ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર નસીત સાહેબ ની ઉપસ્થિતિમાં આ ચૂંટણી યોજાઇ હતી જેમાં નગરપાલિકા માં ભાજપના કુલ 20 સભ્યો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના આઠ સભ્યો મળીને કુલ 28 બેઠક માટેની આ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપમાંથી ઈન્દ્રકુમાર ભીખાભાઈ ખીમસુરીયા બિન હરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તેમજ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ મેરામભાઇ ગીડા ને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભાજપના આગેવાનો અને સભ્યો દ્વારા પુષ્પગુચ્છ તથા હાર પહેરાવી મોં મીઠા કરી અભિનંદન આપવામાં આવ્યા હતાં આ તકે બગસરા શહેર પ્રમુખ એ.વી. રીબડીયા, સંજયભાઈ ધાણક સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.