Abtak Media Google News

જય મેટલ્સના મિતેશભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે અમે ૪૦ વર્ષથી વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે કાર્યરત છીએ. પહેલા અમે આરઓ ઈમ્પોર્ટ કરીને વેચાણ કરતા હતા પરંતુ અત્યારે આર.ઓ. ટ્રીટમેન્ટની ૭૦ ટકા પ્રોડકટસ મેન્યુફેકચરીંગ કરી છીએ. અમે આ એકસ્પોમાં કોરીયન ટેકનોલોજીનું ઝીરો વેસ્ટ વોટર આરઓ પ્રદર્શન મુકયું છે. જેમાં વેસ્ટ વોટર થાય છે એટલે કે વેસ્ટ વોટરને પણ ફરી ફિલ્ટર કરે છે એટલે વેસ્ટ વોટર નીકળતુ જ નથી. આ એક મોબાઈલ આરઓ છે. જેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

વોટર ટેન્કના કનેકશનની પણ જરૂર પડતી નથી. આ પ્રોડકટની કિંમત રૂ.૧૭,૫૦૦ છે. લોકોમાં એવો મત પ્રવર્તે છે કે આરઓનું પાણી શરીર માટે હિતવાહક નથી. જે આરઓ વાત ખોટી છે.

પહેલાના સમયમાં લોકો કુવા કે ધોરીયાનું પાણી પીતા હતા. ત્યારે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ન હતું. અત્યારે જમીનમાં ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ મોટી માત્રા છે. આમ કેમીકલ્સવાળુ પાણી જ ડેમમાં જશે. ડેમમાં એવા ફિલ્ટર નથી જે જોખમી કેમીકલ્સ કાઢી શકે. જેથી આરઓ વોટર જ પીવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.