Abtak Media Google News

જીઓ જી ભરકે: ઉપભોકતાઓ દર મહિને ૯.૭ જીબી ડેટા વાપરે છે!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા કવાર્ટરનો નફો અધધધ રૂપિયા ૯૪૩૫ કરોડ નોંધાયો છે. માર્ચના કવાર્ટરમાં આ નફો ૮૦૪૬ કરોડનો હતો જેમાં ૧૭ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ટેલીકોમ આર્મ રિલાયન્સ જીઓની સર્વિસ વિનામૂલ્યે આપી અઢળક નફો કમાવવાની ટેકનીક કામયાબ નિવડી છે.

આંકડા અનુસાર રિલાયન્સ જીઓનો કવાર્ટર ચારનો નફો ૧.૨ ટકા વધીને રૂ.૫૧૦ કરોડે પહોંચ્યો છે. કુલ રેવન્યુ ૭૧૨૮ કરોડની છે. જે સમયે ટેલીકોમ ક્ષેત્રમાં વાતાવરણ ગળાકાપ હરિફાઈથી ઉભરાયેલું હતું તે સમયે જીઓની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને વર્ષોથી પગદંડો જમાવી ચુકેલી કંપનીઓને જીઓએ હંફાવી દીધી હતી. શરૂઆતથી મફતના ભાવે સર્વિસ આપી રિલાયન્સના મુકેશ અંબાણીએ અનેક ઉધોગકારોની ગણતરી ઉંધીવાળી દીધી છે.

બીજી તરફ રિલાયન્સ જીઓના ઉપભોકતાઓની સંખ્યામાં પણ ખુબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૮ના પ્રથમ કવાર્ટરમાં જીઓના ઉપભોકતાઓની સંખ્યા ૧૬ કરોડ હતી જે ચોથા કવાર્ટરમાં ૧૮ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઉપભોકતાઓનો ડેટા વપરાશ પણ આશ્ર્ચર્યજનક રીતે વધી ગયો છે. હાલ રિલાયન્સ જીઓના ઉપભોકતા સરેરાશ રોજના ૯.૭ જીબી ડેટા વાપરે છે. વર્ષ ૨૦૧૮ના પ્રથમ કવાર્ટરમાં જીઓના ઉપભોકતાઓએ કુલ ૫૦૬ કરોડ જીબી ડેટા વાપર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.