Abtak Media Google News

લાલ૫ુરના નવી પીપર પાસે ગઈરાત્રે મોટરસાયકલ પરથી ફંગોળાયેલા ગજણા ગામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

Advertisement

પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ આરંભી છે.લાલપુર તાલુકાના ગજણા ગામના જયેશભાઈ કરશનભાઈ નંઝાર નામના બાવીસ વર્ષના દલિત યુવાન ગઈરાત્રે દોઢેક વાગ્યે પોતાના જીજે-૧૦-બીબી ૫૮૮૩ નંબરના મોટરસાયકલ પર ગજણાથી નાની રાફુદળ જવા માટે નીકળ્યા હતા.

આ મોટરસાયકલ નવી પીપર ગામ પાસે પહોંચ્યું ત્યારે કોઈ કારણથી જયેશભાઈ ચાલુ વાહને ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં માથા તથા હાથ-પગમાં ગંભીર ઈજા થવાથી જયેશભાઈને સારવાર માટે લાલપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં  તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.