Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે. આજરોજ વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો ગેસના બાટલા સાથે બોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા.

વર્તમાન સમયે મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે ગેસના બાટલાના વધતા ભાવ ગૃહિણીઓના બજેટ બગાડી રહ્યા છે. રાંધણ ગેસના બાટલામાં એક સાથે આવેલો રૂપિયા ૫૦નો વધારો ગરીબ પરિવારોની કમર તોડી નાખે તેવો છે. માટે કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારી સામે લડવા કોંગ્રેસને મતદાન કરવા માટે હાકલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.