Abtak Media Google News

માય નેમ ઈઝ….બોન્ડ…….જેમ્સ બોન્ડ

છેલ્લા 50 વર્ષમાં બાર અલગ-અલગ જેમ્સ બોન્ડની 27 ફિલ્મો આવી: 1962માં પ્રથમ ફિલ્મ ‘ડો-નો’ બની હતી: સ્પાય ઇન ગેમ અને ફર્જ જેવી અનેક હિન્દી ફિલ્મો પણ બની જે ખૂબ જ સફળ રહી હતી, છેલ્લે 2021માં ‘નો ટાઇમ ટુ ડાય’ બોન્ડ શ્રેણીની ફિલ્મ આવી હતી

 

જૂના હિન્દી ફિલ્મયુગમાં 1960 પછી અંગ્રેજી ફિલ્મો નિયમિત આવવા લાગી ચાર્લી ચેપ્લીન, લોરેન હાર્ડીના ફિલ્મો લોકોને પસંદ પડતી 1962માં જેમ્સ બોન્ડની સિરીઝ શરૂ થઇને ‘ડો-નો’ શોન કોનરીની ફિલ્મ ખૂબ જ સરળ રહી હતી. બાદમાં છેલ્લા 58 વર્ષમાં જુદા-જુદા કલાકારોની કુલ 26 ફિલ્મો આવી જે ઘણી સફળ નિવડી હતી. છેલ્લે 2015માં આ સિરીઝની ‘સ્પેક્ટર’ ફિલ્મ આવી હતી. ‘નો ટાઇમ ટુ ડાય’ માર્ચ 2020માં રીલીઝ થવાની હતી પણ કોવિડ-19ને કારણે હવે એપ્રીલ-2021માં આવશે.

જેમ્સ બોન્ડ એક ફિલ્મ સિરીઝ છે જેમાં જાસૂસી ફિલ્મોની કાલ્પનિક ચરીત્ર આધારિત એમ 16 એજન્ટ બોન્ડ 007ની વાર્તા એક શ્રેણી ઉપરથી બની હતી. ફિલ્મ ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનારી શ્રેણી પૈકી એક સિરીઝ છે. 1962થી પ્રથમ ફિલ્મથી શરૂ કરેલ યાત્રા 1989 થી 1995ના માત્ર 6 વર્ષના સમયગાળામાં ઇઓન પ્રોડક્શનની 25 ફિલ્મો નિર્માણ કરી, જે પૈકી એક ફિલ્મ 2021માં આવશે. મોટાભાગની ફિલ્મો પાઇનવુડ સ્ટુડિયોમાં નિર્માણ થઇ. 7 બિલીયન ડોલરથી વધુ કમાણી કરનાર ઇઓન દ્વારા નિર્મિત ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. સોની પિક્ચર્સ, કોલંબીયા પિક્ચર્સ, એમ.જી.એમ તથા યુનિવર્સલ પિક્ચર્સના તેની તળે ફિલ્મો બની હતી.

ઇઓન શ્રૃંખલામાં કેસીનો રોયલ 1954, 1967ની નોવેલ પરથી થંડરબોલનું 1983માં નેવરસે નેવર અગેઇન-(1983) રીમેક કરી હતી. અંગ્રેજી ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો વર્ષોથી બની રહી છે ત્યારે જેમ્સ બોન્ડની ફિલ્મો આધારિત જાસૂસી ફિલ્મો જેમાં ફાઇટ વિવિ ગેઝેટ્સનો ઉપયોગ કરીને દર્શકોને આકર્ષણ થાય તેવી ફિલ્મો બની હતી. જેમાં જીતેન્દ્રની ‘ફર્જ’, દેવકુમારની ‘સ્પાઇ ઇન રોમ’, દારાસિંહની ‘ધ કિલર્સ’, ધર્મેન્દ્રની ‘આંખે’, થંડર બોલ ફિલ્મની જેમ દરિયામાં અડ્ડો હોય તેવી નકલથી ‘શાન’ ફિલ્મ બની જેમાં ‘શાકાલ’નું પાત્ર અમઇ થઇ ગયું હતું. જેમ્સ બોન્ડની નકલમાં મિથુન ચક્રવતીની ફિલ્મો પણ હીટ થઇ હતી જેમાં સુરક્ષા, વારદાત સાથે મહેન્દ્ર સંધુની ફિલ્મ એજન્ટ વિનોદ પણ આવી હતી.

ડેનિયલ ક્રેગની નિવૃત્તિ બાદ હવે નવો બોન્ડ આવશે: અત્યાર સુધીના બધા જ ‘બોન્ડ’ની ફિલ્મે સફળતાના શિખરો સર કર્યા હતા

બ્લેકકેટ બ્લેક વ્હાઇટ યુગમાં હાવરા બ્રીજ, ચાયના ટાઉન, બેંક રોબરી, નશીહત, કિસ્મત, નાઇટ ઇન લંડન, એપ્રીલ ફૂલ જેવી સ્પાઇ ફિલ્મોએ દર્શકોના દિલ જીત્યા હતા. જમ્પીંગ જેક જીતેન્દ્રને એ જમાનામાં ભારતીય જેમ્સ બોન્ડની ઉપમા મળી હતી. ફિરોઝ ખાનની પણ અપરાધ, કાલાસોના જેવી સ્પાઇ ફિલ્મો આવી હતી.

1954માં અમેરીકી સી.બી.એસ., ટેલીવિઝન નેટવર્કને ઇયાન ફ્લેમિંગને તેના પહેલા ઉપન્યાસ “કેસીનો રોયલ” માટે એક કલાકનો શો યોજવા મંજૂરી મળી હતી. કમાંડર જેમ્સ બોન્ડની બુક બ્રિટિશ પત્રકાર અને લેખકે એક કાલ્પનિક પાત્ર 007 છે જેને ઇયાન ફ્લેમીંગે 1952માં સીરીઝના રૂપમાં છાપી હતી. જેમાં બાર ઉપન્યાસ અને બે નાની વાર્તા હતી. 1964માં ફ્લેમીંગના અવસાન બાદ ચાલુ રહીને 19 ફિલ્મો બની હતી જેનું નિર્માણ 1962 થી 2020 વચ્ચે થયું હતું.

શોન કોનરી (1962 થી 67, તથા 1971-83), ડેવિડ નિવેન (1967), જ્યોર્જ લેજેનબી (1969), રોજર મુર (1972 થી 1985) ટિમોથી ડાલ્ટન (1984 થી 1986), પિયર્સ બ્રોસનન (1994 થી 2004) તથા હાલ જેમ્સ બોન્ડ તરીકે ડૈનિયલ ક્રેગ 2005થી ચાલુ છે. અત્યાર સુધી આ પાત્રમાં કુલ 7 હોલીવુડ સ્ટાર હિરો તરીકે આવી ચુક્યા છે. આ ફિલ્મોમાં સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકેની ભૂમિકા બોન્ડ ભજવે છે. વિલન સાથેની અદ્યતન સાધનો સાથેની ફાઇટ દર્શકોને મનોરંજન આપે છે. અત્યારે તો છેલ્લા દોઢ દાયકાથી અંગ્રેજી ફિલ્મો પણ હિન્દી ડબ થઇને આવતાં લોકો વધુ જોવે છે. વર્ષો પહેલાનાં હિરો દેવાનંદ હોલીવુડ હિરો ‘ગેગરીપેક’ ઘણી નકલ કરતા જોવા મળે છે.

જેમ્સ બોન્ડની ફિલ્મો ડો.નો, ફ્રોમ રશીયા વીથ લવ, ગોલ્ડ ફિંગર, થંડર બોલ, યુ ઓન્લી લાઇવ ટવાઇસ, ડાયમન્ડ આર ફોર એવર, ઓન-હર મેજેસ્ટીસીક્રેટ સર્વિસ, લીવ એન્ડ લેટ ડાય, ધ મેન વીથ ગોલ્ડન ગન, ધ સ્પાય વુ લવડમી, મુનરેકર, ફોર યોર આયસ ઓનલી, ઓક્ટોપસી અ વ્યું ટુ કીલ, ધ લિવિંગ ડેલાઇટ, લાયસન્સ ટુ કિલ, ગોલ્ડન આય ટુ મોરો નેવર ડાયસ, ધ વર્લ્ડ ઇસ નોટ ઇનફ, ડાય અનધર ડે, કેસીનો રોયલ, સ્કાયફોલ, સ્પેક્ટર જેવી તમામ બોન્ડ-007 ફિલ્મને હોલીવુડના ટોચના તમામ એવોર્ડ મળ્યા હતા. સમગ્ર વિશ્ર્વની પ્રજાએ આ બોન્ડ સીરીઝની ઇન્ગિલીસ મુવીને પસંદ કરી હતી. આ શ્રૃંખલાની ફિલ્મો બની એ પહેલા ટીવી, રેડિયો, ડ્રામામાં વાર્તા આવી ગઇ હતી.

અદ્યતન ટેકનોલોજી સાથે આકાશી, અંડર વોટર, સ્કાય જમ્પીંગ જેવા વિવિધ કરતબો હોલીવુડ કમાલ છે. દર્શકોને જીવંત પાત્રો સાથે એકદમ વાસ્તવિક લાગતી ફિલ્મો કરોડો રૂપિયાના ખર્ચે બનતી. આપણી હિન્દી ફિલ્મો આવુ કરવા જાય પણ પરફેક્શન નથી આવતું. અંગ્રેજી ફિલ્મમાં ગીતો હોતા નથી જ્યારે આપણી હિન્દી ફિલ્મોમાં ગીતો વધુ આવતા લોકો કંટાળે છે. અંગ્રેજી ફિલ્મોના શોખીનો પ્રથમ દિવસે જ ફિલ્મ જોવા જતા. આ મુવીના ટ્રેલર પણ બહુ જ રોચક આવતાં તમામ અંગ્રેજી ફિલ્મો દર્શકોને પુરૂ મનોરંજન આપતા જકડી રાખે તેવી રોચક હોય છે. આ ફિલ્મનું ટાઇટલ પણ દર્શકોને અતિપ્રિય હતું.

પ્રથમ જેમ્સ બોન્ડ શોન કોનરી

જેમ્સ બોન્ડ સિરીઝની હોલીવુડ મુવીના પ્રથમ જેમ્સ બોન્ડ શોન કોનરીનું 90 વર્ષે નિધન થયું હતું. તેમણે બોન્ડ સિરીઝની પ્રથમ ફિલ્મ ‘ડો.નો’માં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું હતું. સ્કોટલેન્ડના હોલીવુડ અભિનેતાની પાંચ દાયકાની લાંબી કારકિર્દી હતી. તેમની ફિલ્મો ઇન્ડિયાના જોન્સ, ધ રોક, ધ ઓરિયેન્ટસ એક્સપ્રેસ જેવી ફિલ્મો ખૂબ જ લોકપ્રિય થઇ હતી. કોનરીએ પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મથી શરૂ કરીને સાત ફિલ્મોમાં આ આઇકોનિક પાત્ર ભજવેલ હતું. 2000ની સાલમાં મહારાણી એલિઝાબેથ-2 દ્વારા નાઇટ હુડ એવોર્ડ એનાયત કરી “સર” ખિતાબ આપતા ‘સન શોન કોનરી’ બન્યા હતા. તેમણે 1962 થી 1983 સુધીમાં ડો.નો, ફ્રોમ રશિયા વીથ લવ, ગોલ્ડ ફિંગર, થંડર બોલ, યુ ઓનલી લિવ ટવાઇસ, ડાયમન્સ આર ફોર એવર, નેવર સે નેવર અગેઇનમાં વિખ્યાત જાસૂસી જેમ્સ બોન્ડનું પાત્ર બખૂબી નિભાવ્યું હતું.

બ્રિટિશ નવલકથાકાર ઇયાન ફ્લેમિંગનું કાલ્પનિક પાત્ર

1953માં બ્રિટિશ નવલકથાકાર ઇયાન ફ્લેમિંગ દ્વારા જેમ્સ બોન્ડનું કાલ્પનિક પાત્ર રચાયું હતું. 007 કોડનેમ અન્વયે ખઈં 6 માટે કામ કરતા બ્રિટિશ સિક્રેટ એજન્ટની ફિલ્મી વાર્તારૂપે જેમ્સ બોન્ડની શ્રેણી બની હતી. જેમાં પ્રથમ બોન્ડ શોન કોનેરીને બાદમાં ડેવિડ નિવેન, જ્યોર્જ લેઝેનબી, રોજરમૂર, ટિમોથી ડેલ્ટન, પિયર્સ બ્રોસનન અને ડેનિયલ ક્રેગ જેવા બોન્ડની અંગ્રેજી ફિલ્મો આવી હતી. અત્યાર સુધીમાં કુલ 27 ફિલ્મો બની છે. અત્યાર સુધીની બે ફિલ્મો સિવાય બાકીની નવલકથાના તમામ હક્કો ધરાવે છે. આ હક્કો મેળવતી કંપનીની સ્થાપના 1961માં કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.