Abtak Media Google News

પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકોની માગણી મુજબની બદલીઓ કમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઇન કરવાનું નિયત કરવામાં આવતા શિક્ષણગણ માં ખુશીનું મોજું ફરી વળ્યું

રાજ્યના શિક્ષકો લાંબા સમયથી પસંદગીની જગ્યાએ બદલીની માગણી કરી રહ્યા હતા તે પ્રાદેશિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લા આંતરિક માગણી બદલી ની જોગવાઈઓ મુજબ પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકોની માગણી મુજબની બદલીઓ કમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઇન કરવાનું નિયત કરવામાં આવતા શિક્ષણગણ માં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
જે હવે મુજબ તારીખ 9 જૂન થી 12 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન મુકવામાં આવનાર છે.વિગતો મુજબ તા.13 જૂનના રોજ ખાલી જગ્યાઓની ચકાસણી કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. તારીખ 14 જૂનના બપોરના બાર વાગ્યાથી 16 જૂનના રાતના 11.59 વાગ્યા સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે. આ માટે તમામ માહિતી આ વેબસાઈટ www.dpegujarat.in પર જોવા મળશે.20 જૂન થી 22 જૂન દરમ્યાન અરજીઓની ચકાસણી થશે
તા.17થી 19 જૂન દરમ્યાન તાલુકા દ્વારા અરજી ફોર્મની ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મંજૂરી અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી કરવામાં આવશે. તારીખ 20 જૂન થી 22 જૂન દરમ્યાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરીને મંજૂર કે નામંજૂર કરીને મંજૂર થયેલી અરજીઓ અપલોડ કરવાની કામગીરી હાથ ધરાશે.
​​​​​​​તારીખ 22 જૂનથી 26 જૂન દરમ્યાન ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ કરવામાં આવશે. તા.27 અને 28 જૂને ઓનલાઇન શિક્ષક અને વિદ્યાસહાયકોએ આંતરિક બદલીના હુકમો મેળવી લેવાની કામગીરી કરવામાં આવશે. વેબસાઈટ ઉપર પાસવર્ડથી લોગીન થવાનું રહેશે અને પાસવર્ડ બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.
આમ,બદલીઓની પ્રક્રિયા શરૂ થતાં સબંધિત વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.