Abtak Media Google News

નંદન ઇન્ફોસિસનો આધાર ફરી બન્યા: કંપનીની નૈયાને પાર લગાવશે ?

ઇન્ફોસિસમાં ચાલી રહેલા ઉતાર ચડાવને કાબુમાં લાવવા માટે એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના પગલે ઇન્ફોસિસના ભૂતપૂર્વ સિઇઓ નંદન નિલેકાણી ફરીથી કંપનીનો લાવવા માટે આગ્રહ કરી રહ્યા છે. જો કે ઇન્ફોસિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે કંપની પાસે અત્યારે કોઇ નવી માહીતી નથી. પરંતુ જો કોઇ મહત્વનાં સમાચાર હશે તો તેઓ ચોકકસ મીડીયાને જાણ કરશે.પરંતુ અમે બધાએ નંદનને પાછા લાવવા વિશે ઘ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ અગાઉ પણ મૂર્તિ બોર્ડના પુન: ગઠનની માંગણી કરી ચૂકયા છે. તો નંદન પણ કંપનીને આ સ્થિતિમાંથી બહાર લાવવા મદદ કરવાનાં વિચારો ઘડી રહ્યા છે. પરંતુ તેઓ બધુ સમય સુધી હોદો સ્વીકારવાં માંગતા નથી. જો કે હાલ ઇન્ફોસિસને ઝટકો લાગ્યો છે ત્યારે ઘણાં સંસ્થાકીય રોકાણકારોએ ઇન્ફોસિસના શેરને તીવ્ર ઘટાડામાંથી બચાવવા બોર્ડને નંદનને મનાવવાની સલાહ આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આખરી સ્ટ્રેટેજી અંગે વાતચીત થઇ રહી છે અને નીલેકાણી બોર્ડને કેવી રીતે મદદ કરી શકે તે બાબતે તેમની સાથે વાત થઇ રહી છે પરંતુ તે બોર્ડનું પુન:ગઠન પછીનું પગલું છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ ચેરમેન એન.આર. નારાયણમૂર્તિએ બુધવારે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે મીટીંગ કરવાના હતા. તેમાં તેમની તબિયત ખરાબ થતાં તેમણે ૨૯ ઓગષ્ટ સુધી આ મીટીંગ પીન્ડીંગ રાખી હતી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે નંદનના નામની ચર્ચા શરુ કર્યા હોવાના કારણે જ મૂર્તિઓ કોન્ફરાન્સ કોલ ટાળી હતી.ઇટી નાઉએ જણાવ્યું હતું કે બોર્ડના માળખામાં સંભવિત ફેરફારના ભાગરુપે આર સેશાસાથી રવિ વેંકટેસન રુપા કુડવા અને જેફી લેહમેન રાજીનામું આપી શકે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે ૬૨ વર્ષના નિબેકાણી, બોર્ડ ઓફ ડિરેકટર્સ, રોકાણકારો અને મેનેજમેન્ટની પહેલી પસંદગી છે. માટે તેમને પાછા લાવી કંપનીની સ્થિતિમાં સુધારો લાવવાની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.