Abtak Media Google News

આગામી તા.૭ નવેમ્બરથી ઓનલાઈન પર્વેશફોર્મ ભરાવવાનું થશે

શરૂ: બી.એ.અને બી.કોમ.માટે યુનિવર્સિટી આપશે પ્રવેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સ્ટર્નલ વિભાગ દ્વારા અંતે નવા વિધાર્થીઓ માટે દ્વાર ખોલવામાં આવ્યા છે, યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલનો અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓ માટે આગામી ૭ નવેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરીને પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવનાર છે.

બી.કોમ અને બી.એના અભ્યાસક્રમ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરવામાં આવશે અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસ માટે પુરતી મંજૂરી ન લીધી હોવાથી વિધાર્થીઓની ડીગ્રી રદ્દ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જેના કારણે પ્રવેશ પ્રકિયા મોડી હાથ ધરવામાં આવી છે.

એક્સ્ટર્નલ અભ્યાસક્રમ પુન: શરૂ થતાં કુલપતિ-ઉપકુલપતિનો આભાર માનતા ડો.નિદત બારોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસ માટે પુરતી મંજૂરી ન લીધી હોવાથી વિધાર્થીઓની ડીગ્રી રદ્દ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જેના કારણે પ્રવેશ પ્રકિયા અટકાવી દેવામાં આવી હતી જોકેે પુન: એક્સ્ટર્નલ અભ્યાસક્રમ શરૂ કરાતા કુલપતિ ડો.પેથાણી અને ઉપકુલપતિ ડો.દેસાણીનો સેનેટ સભ્ય ડો.નિદત બારોટે આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ શરૂ કરાવવા કોંગી સેનેટ સભ્ય ડો.બારોટે કુલપતિ-ઉપકુલપતિને રજુઆત કરી હતી અને તે રજુઆત સફળ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.