Abtak Media Google News

રફાળેશ્વર ના શિવ તરંગ લોકમેળામાં શિવ પૂજા અર્ચના સાથે પિતૃતર્પણના બેવડા ધર્મલાભ માટે મેદની ઉમટી પડશે

જન્માષ્ટમીના બબ્બે ક્રિષ્ના લોકમેળાને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસ નિમિતે ભરતા પૌરાણિક લોકોમેળાને મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ભક્તિ સાથે આનંદ કિલ્લોલથી મેળો માણી શકે એ માટે જાબુડિયા ગ્રામ પંચાયત સાથે  મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  શ્રાવણી અમાસ નિમિતે તા.14 અને તા 15 એમ લગાતાર બે દિવસ સુધી રફાળેશ્વર મંદિરે “શિવતરંગ” લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે રફાળેશ્વર મંદિરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે મેળા નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

Advertisement

આ લોકમેળાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અગ્રણીઓની હાજરીમાં આજે ઉદઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા હતા. આ મેળાની કાલે શુક્રવારે અમાસના દિવસે ખરી રંગત જામશે. આ મેળામાં શિવ ભક્તિનું ખાસ મહત્વ હોય એટલે ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. આજે રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.15ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ   “શિવતરંગ” લોકમેળાનો સૌરાષ્ટ્રના તમામ ભકતો અને ધર્મપ્રેમી લોકોને લાભ લેવા અપીલ કરી છે.

પુરાણ પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવના ચરણે શીશ ઝૂકાવતા વિજયભાઈ રૂપાણી

શ્રાવણ ના પાવન દિવસોના ધર્મમય માહોલમાંથી ઉપાસના માટે સૌરાષ્ટ્ર ના શિવાલય ધમધમી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મોરબી પંથકના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવની ‘અમાસ’ ની પૂજા  કરી વિશ્વ કલ્યાણ ની કામના કરી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવભર દાતા ના ચરણમાં માથું ટેકવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.