Abtak Media Google News

રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત વિકાસ કામો માટે રૂ.2084 કરોડની ફાળવણી કરવા માટે આજે ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજકોટને વિકાસકામો માટે રૂ.135 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી હતી.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને ચેક અર્પણ કરાયો

ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.  આજે નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.2084 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટને શહેરી વિકાસ કામો માટે રૂ.135/- કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વિકારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ગઇકાલે ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરેલ હતી અને નવા વિકાસ કામોના પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.