Abtak Media Google News

યુ ટુ ડોક્ટર?? સમાજમાં તબીબને ભગવાન સમક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે રોગચાળા અને કટોકટીના આ કપરા સમયમાં ભગવાન પછી તબીબો જ સમાજના જીવનદાતા જેવી ભૂમિકા ભજવી રહ્યા છે તેવા સંજોગોમાં કેટલાક ભ્રષ્ટાચારી તત્વો સમગ્ર તબીબી જગત ને લાંછન લગાડતા હોય તેમ રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને વડોદરા સુધી ઇન્જેક્શનો ના કાળા બજાર ના બનાવો એક પછી એક બહાર આવે છે વડોદરામાં ઇન્જેક્શનના કાળા બજાર કરનારા તબીબો અને હોસ્પિટલ સંચાલક ની શંકાસ્પદ ઇન્જેક્શનો ના જથ્થા અને ઇન્જેક્શન વેચીને ઘરમાં પોણા બે લાખ જમા કરનાર તબીબની ધરપકડથી તપાસ નો જેમ જેમ આગળ ગોર વધતો જાય છે તેમ ઇન્જેક્શનના કાળાબજાર કરનારા એક પછી એક બહાર આવી રહ્યા છે.

વડોદરામાં ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાના મામલે ઉભી થયેલી ફરિયાદના પગલે પોલીસે શરૂ કરેલી તપાસમાં  ડોક્ટર મિતેશ ઠક્કર અને કુણાલ પટેલ નામના બે વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે કુણાલ પટેલ નામના શખ્સના ઘરમાંથી પોલીસે 1.69 લાખની રકમ જપ્તકરી છે, વડોદરામાં જરૂરિયાત મંદ દર્દીઓ પાસેથી ઇન્જેકશનની મોટી રકમ પર આવતી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક તરફ અત્યારે કોરો કટોકટીએ સીટી બેકાબૂ કરી દીધી છે અને કોઇપણ સંજોગોમાં રોગચાળો કાબૂમાં આવે તે માટે સરકાર વહીવટી તંત્રને આરોગ્ય વિભાગ રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે તેવા સંજોગોમાં સંજીવની જેવા ઇન્જેક્શનો ની કાલા બજાર કરીને નાણાં કમાવવાની લાલસામાં માનવતા ભૂલી જનારા તત્વો એ ઇન્જેક્શન ના કાળા બજાર શરૂ કરતાં તબીબી વ્યવસાય પર માન ધરાવતા લોકોમાં ભારે કચવાટ ઉભો થયો છે. કોરોના ના બીજા વાયરામાં વધતા જતા સંક્રમણના બનાવો ને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યુ થી લઈને સરકારી કચેરીઓમાં પણ પ્રવેશબંધી જેવા વિડિયો માટે તંત્રએ કમર કસી છે રાજ્યની તમામ મામલતદાર અને પ્રાંત કચેરીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ અને કર્મચારીઓના અડધા મેકઅપથી કામ ચલાવવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.