જામનગર-વડોદરા ઈન્ટરસિટી કાલથી 26મી સુધી રદ કરાઈ

વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કારણે રેલ સેવા પ્રભાવીત

અબતક, રાજકોટ

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ચાલી રહેલી ડબલીંગની કામગીરી સબબ આવતીકાલથી 26મી સુધી જામનગર-વડોદરા ઈન્ટર સિટી સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગને  કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. જેમાં 14થી 26 ઓકટોબર સુધી ટ્રેન નંબર 02960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી સ્પેશિયલ રદ રહેશે. આજથી 25મી સુધી 2021 સુધીટ્રેન નંબર 02959 વડોદરા જામનગર ઇન્ટરસિટી સ્પેશિયલ  રદ રહેશે. કાલે તથા 21મીના રોજ ટ્રેન નંબર 09069 ઓખા-વારાણસી સ્પેશિયલ ઓખાથી 2:20 કલાકના વિલંબ સાથે 16:25 વાગ્યે ઉપડશે.

જ્યારે 15મીએ ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ રહેશે. 19મીએ ટ્રેન નંબર 09238 રીવા-રાજકોટ સ્પેશિયલ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ રહેશે અને ટ્રેન નંબર 09567 તુતીકોરિન-ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં એક કલાક રેગ્યુલેટ રહેશે. 22મીએ ટ્રેન નંબર 05045 ગેરખપુર -ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં 1કલાક 20 મિનિટ રેગ્યુલેટ રહેશે અને ટ્રેન નંબર 09124 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર સ્પેશિયલ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ રહેશે.

મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, પરિચાલન સમય, સંરચના, ફ્રીક્વન્સી અને સંચાલનના દિવસો અંગેની વિસ્તૃત માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર ક્ધફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ માપદંડો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ છે.