Abtak Media Google News

સમગ્ર પંથકમાં પ્રવાસન ઉધોગ વિકસે તો ગરીબ અગરીયા સહિતના લોકોને પણ રોજગારી પ્રાપ્ત થઈ શકે

ધ્રાંગધ્રા પાસેના રણમાં સુરખાબની સમૂહ વસાહત મળી

ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા-કોપરણીથી આશરે 10 કિ.મી. દુર વેરાન રણમાં સુરખાબ પક્ષીનાં પાંચ હજાર ઈંડા અને 30 હજાર જેટલા બચ્ચા સાથેની માળા વસાહત જોવા મળી હતી. જેને પગલે અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર સહીતની ટીમે રણમાં પડાવ નાંખ્યો હતો. સુરખાબ સમુહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફુટ જેટલુ પાણી હોવાથી 40 થી 45 ચોરસ મીટર ઉંચા ઢગલા બનાવી એના ઉપર ઈંડા મુકે છે. જેથી બચ્ચા નીકળે ત્યારે તેને સહેલાઈથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાને ઉડતા શીખવી ચોમાસા બાદ સામુહિક ઉડાન ભરે છે. નોંધનીય છે કે, સાઈબેરીયા, અફઘાનિસ્તાન સહીતના દુરના દેશોમાંથી આવતા લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફલેમીંગો, વિગેરે વિદેશીપક્ષીઓ માટે રણમાં આવેલ 74 જેટલા નાના મોટા બેટ સુરક્ષીત સ્થળ મનાય છે.

રણમાં 6082 જેટલા ઘુડખર

આશરે 4953 ચો.કિ.વિસ્તારમાં પથરાયેલા રણમાં અલભ્ય અને આરક્ષીત એવા ઘુડખર અભ્યારણમાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ 6082 જેટલા ઘુડખર છે. વિશ્વમાં કયાંય ન જોવા મળતા ઘુડખર પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત રણમાં 33 જાતના વન્ય પ્રાણીઓ, 152 જેટલા અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ પણ નિહાળવા મળે છે.

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા – દસાડા તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષતી તમામ સુવિધાઓ હોવા છતાં 2006માં રણોત્સવની શરૂઆત ઝાલાવાડથી થયા બાદ એક પણ વાર રણોત્સવ નહી યોજીને ઝાલાવાડને અન્યાય કરવામાં આવતો હોવાની લાગણી જિલ્લાવાસીઓમાં પ્રવર્તી રહી છે. પ્રવાસન ક્ષેત્રે અનેક આકર્ષણ ધરાવનારા ઝાલાવાડ પંથકમાં પ્રવાસન ઉદ્યોગ વિકસે તો ગરીબ અગરિયા સહિતના લોકોને પણ રોજગારીનું સાધન મળી શકે તેવી પણ ચર્ચા છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, ગુજરાતમાં સાલ 2006માં યોજાયેલું સૌપ્રથમ રણોત્સવનું આયોજન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમયે 11 અને 12મી ફેબુ્રઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાનાં ખારાઘોડા નજીકના રણમાં કરવામાં આવ્યુ હતુ. ગુજરાત ટુરીઝમ દ્વારા ત્યારથી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી સતત કચ્છ જિલ્લામાં જ રણોત્સવનું આયોજન કરવામાં આવતુ હોવાથી ઝાલાવાડને અન્યાય થતો હોવાની લાગણી પ્રવર્તી છે. ત્યાર બાદ એક પણ વખત ઝાલાવાડ પંથકમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું નથી.

ઝાલાવાડનાં આંગણે મહેમાન બનીને આવતા વિદેશીપક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દર વર્ષે દેશ – વિદેશથી લાખો વિદેશી પક્ષીઓ રણમાં મહેમાન બને છે. સમગ્ર એશિયામાં એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળતા ઘુડખરનું અભ્યારણ જોવા અનેક પ્રવાસીઓ આવતા હોય છે. વિદેશી સહેલાણીઓ પણ મોટી સખ્યામાં ઘુડખર જોવા માટે આવતા હોય છે. અહીં રણ રાઈડરની સુવિધા પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ બજાણા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝીંઝુવાડામાં ઐતિહાસિક દરવાજા અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે ઐતિહાસિક દિવાદાંડી જેવા સ્થળ પ્રવાસીઓને આકર્ષી શકે છે.ધ્રાંગધ્રા તાલુકા ઝાલાવાડનાં આંગણે મહેમાન બનીને આવતા વિદેશીપક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દર વર્ષે દેશ – વિદેશથી લાખો વિદેશી પક્ષીઓ રણમાં મહેમાન બને છે. સમગ્ર એશિયામાં એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળતા ઘુડખરનું અભ્યારણ જોવા અનેક પ્રવાસીઓ આવતા હોય છે. વિદેશી સહેલાણીઓ પણ મોટી સખ્યામાં ઘુડખર જોવા માટે આવતા હોય છે. અહીં રણ રાઈડરની સુવિધા પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ બજાણા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝીંઝુવાડામાં ઐતિહાસિક દરવાજા અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે ઐતિહાસિક દિવાદાંડી જેવા સ્થળ પ્રવાસીઓને આકર્ષી શકે છે. ધ્રાંગધ્રા તાલુકા અને દસાડા તાલુકાના રણને અડીને આવેલા ગામો અને શહેરોમાં પ્રવાસીઓને રહેવા – જમવાની સુવિધા મળી શકે તેવી વ્યવસ્થા પણ છે. કાળી મજુરી કરીને સફેદ મીઠુ પકવતા અગરીયાઓ રોજગારી માટે પ્રોત્સાહન, વિકાસ અને મદદ ઝંખી રહયા છે.

આ તમામ પરિબળો જોતા ઝાલાવાડનાં રણમાં રણોત્સવ યોજવા લાગણી વ્યકત થાય તે સ્વાભાવીક છે. ધ્રાંગધ્રા અને પાટડી – દસાડા તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગ નથી. રણોત્સવનું આયોજન થાય તો આર્થિક રીતે ફાયદો થવાની સાથે અગરીયા પરીવારો સહીત અનેક ગરીબ લોકોને રોજગારી મળે તેમ છે. સરકાર દ્વારા દર વર્ષે કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામાં દર વર્ષે નહી તો કમસે કમ દર ત્રણ કે પાંચ વર્ષે એકવાર રણોત્સવનું આયોજન કરવામાં આવે તો ઝાલાવાડના વિકાસને પણ વેગ મળે તેમ છે. સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી ઝાલાવાડનાં લોકોની લાગણી અને માંગણી છે.ધ્રાંગધ્રા પાસેના રણમાં સુરખાબની સમૂહ વસાહત મળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.