પ્રવાસન, વિકાસ, પ્રોત્સાહનને વેગ આપવા ‘ઇનસાઇડ ગીર સોમનાથ’ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરાઇ

રાજ્ય સરકાર દ્રારા પર્યટન સ્થળોને વિકસાવવા માટે પ્રયત્નો કરી રહી છે. પ્રવાસે આવતા પર્યટકોને પ્રવાસન સ્થળની માહિતી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાને અનુલક્ષીને “ઇનસાઇડ ગીરસોમનાથ”  મોબાઈલ એપ્લિકેશન લોંચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશન કલેકટર અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરના નિર્દેશ અનુસાર એન.આઈ.સી ડી.આઈ.ઓ બોડા બીકશું, એન.આઈ.સી ઈજનેર ધાર્મિક ચાંદેગરા, ધવલ જેઠવા અને આઈ.સી.ટી ઓફિસર વિજય ભાલિયા દ્વારા ટૂરિસ્ટ માટે ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવી હતી.

આ એપ્લિકેશનના ઉદ્દેશથી, પર્યટકોને ગીરસોમનાથ જિલ્લાના તમામ સ્થળોની માહિતી મળી શકશે. સોમનાથ મંદિર અને નજીકના સ્થળોની ગીરની સમૃદ્ધ વારસોની પ્રાકૃતિક અને વન્યપ્રાણી સુંદરતાને રજૂ કરવા માટે પ્રામાણિક પ્રયાસ છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ગીર સોમનાથની મુસાફરી અને પર્યટન માટે આકર્ષક છે.ઉપરાંત એપ્લિકેશન ગુજરાત રાજ્યના ગીર સોમનાથના ટુરીઝમ આકર્ષણ, મેળાઓ અને તહેવારો અને પર્યટનને હાઇલાઇટ કરે છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, વિકાસ, પ્રોત્સાહન અને જિલ્લાની પર્યટન સ્થળ તરીકે પર્યટન જાળવવા અને હાલના પર્યટનને સુધારવા અને વિસ્તૃત કરવાનો છે.  એપ્લિકેશન વિવિધ ટૂરિસ્ટ પ્લેસ માન્ય ટ્રાવેલ એજન્ટો વિશેની માહિતી પ્રદાન કરે છે. ટુરીસ્ટ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને ટૂંકુ અંતર શોધી શકે છે.  નકશા જોવા માટે મોબાઇલ ફોન જીપીએસ, નેટવર્ક સક્ષમ હોવો આવશ્યક છે. નેવિગેશન, જીપીએસ, ગૂગલ મેપ્સ ” પ્રોડક્ટ મેનૂઝ, ગીરસોમનાથ વિશે, સ્થાનો, મેળા અને તહેવાર,  ટ્રિપ પ્લાનર છે.