Abtak Media Google News

Table of Contents

મિલકત ધારકો બાકી વેરાના 25 ટકા નહી 10 ટકા રકમ ભરપાય કરી યોજનાનો લાભ લઈ શકશે: યોજના ચાર વર્ષ નહીં પાંચ વર્ષ સુધી ચાલશે

રાજકોટ મહાનગરપાલીકાનું વર્ષ  2023-24નું રૂ. 2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટવાસીઓ પર રૂ. 39.97 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. બજેટમાાં 15 નવી યોજના જાહેર કરવામાં આવી છે. ચડત મિલકત  અને પાણી વેરામાં હપ્તા  યોજનાને  રાહત સાથે મંજૂર કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીમાં  વર્ષ  2023-24નુૂ બજેટ મંજૂર કરાયાબાદ પત્રકાર પરિષદને  સંબોધતા પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતુ કે,

Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં નવી ચૂંટાયેલી પાંખે તા.12/03/2021 ના રોજ સત્તા સંભાળી છે. ત્યાર પછી ત્રીજી વખત મહાનગરપાલિકા તંત્રના આર્થિક લેખાજોખા કરવાનો અવસર આવ્યો છે. રાજકોટ  વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા શહેરો પૈકીનું એક છે . રાજકીય ઈચ્છાશક્તિ અને ” સૌનો સાથ ” મળે ત્યારે કેવા વિકાસલક્ષી પરિણામો મળે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે ” રંગીલું રાજકોટ ” . લોકતાંત્રિક પ્રશાસનિક પ્રણાલીમાં વિકાસયાત્રાને અવિરત ગતિ પ્રદાન કરવામાં જનમત , લોકલાગણી અને રાજકીય ઈચ્છાશક્તિ ખુબ જ મહત્વ ધરાવે છે .

Screenshot 1 15

એક તરફ શહેરની વધતી જતી વસતિ અને વિસ્તારોને પુરી પાડવાની થતી સુવિધાઓ અને સેવાઓની મોટી જવાબદારી નિભાવવામાં તેમજ લોકોપયોગી પરિયોજનાઓરૂપી સુવિધા આપવામાં રાજકોટ મહાનગરપાલિકા સફળ રહી છે.

પ્રધાનમંત્રી અદ્યતન વૈશ્વિક ટેકનોલોજીના ઉપયોગ સાથે દેશમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનું માળખું ઉભું થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે દેશમાં ઘરવિહોણા લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે શ્રેણીબદ્ધ આવાસ યોજનાઓ બનાવી, લોકોને આવાસ સુપરત પણ કર્યા છે. દેશમાં કુલ છ શહેરોમાં વિદેશી ટેકનોલોજી સાથે મોડર્ન આવાસ યોજનાઓનો અદભૂત ક્ધસેપ્ટ ” લાઈટહાઉસ પ્રોજેક્ટ ” અમલમાં મુકાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નિકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ બાકીદાર મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરીએ  ઘક્ષય ઝશળય ઈંક્ષતફિંહહળયક્ષિં તભવયળય  સૂચવેલ છે. જે યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્યાજ સહિતની બાકી રકમના 25 % મુજબની કુલ રકમ ચાલુ વર્ષ તા .31/03 / 2023 સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના 25 % મુજબના એક સરખા 3 હપ્તામાં દર વર્ષે ભરપાઈ કરવાનું અને એ મુજબ 4 વર્ષ સુધી આ યોજના અમલી રહે તેમ કમિશનર દ્વારા સૂચવવામાં  આવ્યું હતુ.

કમિશનરની દરખાસ્ત પરત્વે સ્થાયી સમિતિ દ્વારા ગહન અભ્યાસ કરી , અગાઉના વર્ષોની કોરોના વૈશ્વિક મહામારી તથા વૈશ્વિક મંદીને ધ્યાને રાખી તેમજ મિલકતવેરાના બાકીદારો ચડત મિલકતવેરો તથા વ્યાજની રકમ એક સાથે ભરપાઈ કરવા સક્ષમ ન હોય તેઓને ધ્યાને રાખી,  સ્થાયી સમિતિએ રાહત આપી છે . જે મુજબ મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10 % મુજબની કુલ રકમ તા.31/03/2023 સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા 15 % મુજબ તેમજ ત્યારબાદના 3 વર્ષોમાં પ્રત્યેક વર્ષે 25 % મુજબ , એમ મળી, કુલ 5 વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજૂર કરેલ છે. Screenshot 2 20

મ્યુનિસિપલ કમિશનર એ આ બજેટમાં કુલ રૂ .100.36 કરોડના નવા કરવેરા સુચવેલ હતા. શહેરીજનો પર વધુ કરબોજ ન આવે સાથોસાથ શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પૂરતું ભંડોળ પણ મળી રહે તે હેતુથી ગહન ચર્ચાવિચારણા કરી , મર્યાદિત પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ કરવાની સાથોસાથ પ્રગતિમાં રહેલ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા પ્રયાસો સાથે , કમિશનરએ સુચવેલ નવા કરવેરામાં રૂ .60.39 કરોડનો ઘટાડો કરી , રૂ .39.97 કરોડના વધારા સાથેનું વાસ્તવદર્શી બજેટ રજુ કર્યું છે . કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ વિશેષ રૂ .39.25 કરોડની વિવિધ યોજનાઓ અને સુવિધાઓ ઉમેરી , લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટેના જરૂરી ફેરફારો સાથે આગામી નાણાંકીય વર્ષ 2023-24નું રૂ .2637.80 કરોડનું બજેટ મંજુર   કર્યું છે.

પુષ્કર પટેલે છઠ્ઠી વખત અંદાજ પત્ર મંજૂર કર્યું

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ  પટેલે આજે સતત છઠ્ઠી વખત રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજ પત્ર મંજૂર કર્યું હતુ વર્ષ 2015 થી 2020 સુધીની ટર્મમાં તેઓને પ્રથમ અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી તેઓએ વર્ષ  2016/2017  વર્ષ  2014-2018 અને  વર્ષ  2018-2019નું બજેટ  મંજૂર કર્યું હતુ દરમિયાન  ભાજપ હાઈકમાન્ડ દ્વારા વર્ષ  2021માં ફરી પુષ્કરભાઈને સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન તરીકેની  જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ વર્ષ  2021-2022, વર્ષ 2022-2023 અને આજે  વર્ષ  2023-24નું બજેટ મંજૂર  કર્યું હતુ.

સૌથી વધુ વખત બજેટ મંજૂર કરવામાં હવે તેઓ બીજા ક્રમે પહોચી ગયા છે. સૌથી વધુ વખત બજેટ મંજૂર કરવાનો રકોર્ડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે છે.સ્ટે. ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલનું  આ અંતિમ બજેટ છે. આગામી સપ્ટેમ્બર માસમાં તેઓની ચેરમેન   તરીકેની મુદત પૂર્ણ થઈ રહી છે.

મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગની સુવિધા ઉભી કરાશે

શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં કાલાવડ રોડ પર આવેલા મોટા મવા સ્મશાન પાસેથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે જેને લીધે થતા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ તે સ્થળથી નજીક ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં  આવ્યો છે. પરંતુ , મોટા મવા સ્મશાન ખાતે અંતિમસંસ્કાર વિધિ અર્થે મોટી સંખ્યામાં લોકો વાહન સાથે આવતા હોઈ , તેમના વાહનોને લીધે આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન ન થાય તે હેતુસર , આ સ્મશાન પાસેના વોંકળામાં સ્લેબ ભરી , વાહન પાર્કિંગ થાય તેમજ પાર્કિંગ સ્થળેથી જ સીધું સ્મશાન ખાતે જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .600 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સેવાથી કોર્પોરેશનને રૂ.25 લાખનો  ફાયદો

મિલકત અને પાણી વેરાના બીલ વોટ્સએપ મારફત મોકલાતા 1 કરોડ બચ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022 માં મિલકતધારકોને સૌપ્રથમ વખત મિલકતવેરા તેમજ પાણી દરના બિલ વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યા હતા.  જુદી જુદી સેવાઓ માટે શહેરીજનો દ્વારા કુલ 6,30,910 મેસેજ મોકલવામાં આવ્યા હતા.  શહેરીજનોને કુલ 9,86,108 વોટ્સએપ ટેમ્પ્લેટ મેસેજ મોકલવામાં આવ્યા હતા , શહેરીજનો દ્વારા વોટ્સએપ મારફતે પાલિકાને કુલ 7,494 ફરિયાદો કરવામાં આવી હતી.  એકંદરે  ઇનહાઉસ તૈયાર કરી , શરૂ કરવામાં આવેલ વોટ્સએપ સેવાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે . સાથોસાથ  મહાપાલિકાને રૂ .100 લાખની બચત થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇનહાઉસ તૈયાર કરવામાં આવેલ ઓ.ટી. પી . આધારિત પબ્લીક ગ્રિવન્સ રીડ્રેસલ સિસ્ટમ પર શહેરીજનો દ્વારા કુલ 3,56,331 ફરિયાદો કરવામાં આવેલ . જેમાંથી 1,79,529 ફરિયાદોનો ઓ.ટી.પી. દ્વારા નિકાલ કરવામાં આવેલ છે . રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઓ.ટી.પી. આધારિત પબ્લીક ગ્રિવન્સ રીડ્રેસલ સિસ્ટમને શહેરીજનો દ્વારા 78.96 % પોઝીટીવ ફીડબેક મળેલ છે , સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાને રૂ .25 લાખ ની બચત થઈ છે.

78 રાજમાર્ગો પર યુનિફોર્મ રોડ ડિવાઈડર આગવી ઓળખના ભાગરૂપે
2 કરોડની જોગવાઈ

શહેરના મુખ્ય માર્ગોના સાઈનેજીસ તથા ડિવાઈડરના કલર , ડિઝાઈન વિગેરેમાં એકસૂત્રતા રહે તેમજ શહેરને  આગવી ઓળખ  મળે તેના ભાગરૂપે શહેરના મુખ્ય 78 રોડમાં યુનિફોર્મ સાઈનેજીસ તથા યુનિફોર્મ રોડ ડિવાઈડર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .200 લાખની જોગવાઇ કરવામાં આવેલું છે.આ ઉપરાંત  શહેરમાં ઉડતી ધૂળ – ડમરીનું પ્રમાણ ઘટાડી , એર પોલ્યુશન ઇન્ડેક્ષ નીચો લાવવા માટે શહેરમાં  ડસ્ટ ફ્રી રોડ  બનાવવાના ભાગરૂપે – શહેરના મુખ્ય 78 પૈકી 40 રોડમાં પેવિંગ બ્લોક નાખવામાં આવશે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .500 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

“રાજકોટ દર્શન” સિટી બસ દર રવિવારે દોડશે

મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રધ્યુમન પાર્ક અને રામવનને સાંકળી લેવાશે: પ્રજાસત્તાક પર્વ, સ્વાતંત્ર્યપર્વ, ગાંધી જયંતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને રામ નવમીએ રામવનમાં બાળકોને  મફત પ્રવેશ

રાજકોટ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે . શાસકો દ્વારા શહેરીજનોને હરવા ફરવા માટેના સ્થળોની ઉતરોતર ભેટ આપવામાં આવી રહી છે . શહેરના આ મુખ્ય સ્થળોને સાંકળતી  રાજકોટ દર્શન  સીટી બસ સુવિધા આપવામાં આવનાર છે . હાલમાં આ સીટી બસ સુવિધા દર રવિવારે મહાત્મા ગાંધી મ્યુઝિયમ , પ્રધુમન પાર્ક ઝૂ તથા રામવનને સાંકળશે અને શહેરીજનો , પર્યાવરણપ્રેમીઓ , શાળા – કોલેજના વિદ્યાર્થીઓ એક દિવસમાં આ 3 મુખ્ય સ્થળો નિહાળી શકશે તેમજ ભવિષ્યમાં આ સુવિધાનો વ્યાપ વધારી , નવા સ્થળ તરીકે અટલ સરોવરનો ઉમેરો કરવામાં આવશે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023 / 24 ના બજેટમાં રૂ .100 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા દેશભરમાં સૌપ્રથમ વખત મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહિતના ‘ રામવન’નું નિર્માણ કરવામાં આવેલ છે. ‘રામવન’માં વધુને વધુ બાળકો ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ બાળકોને તેમના દાદા – દાદી તથા નાના – નાની ના ભગવાન શ્રીરામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી દર વર્ષે રામનવમીના દિવસે ‘ રામવન’માં 12 વર્ષ કે તેથી નાના બાળકોને તેમજ સિનિયર સીટીઝનને નિ : શુલ્ક પ્રવેશ આપવાનું મંજુર કરવામાં આવેલ છે.

ગાંધીબાપુના   જીવનના  આદર્શોમાંથી પ્રેરણા મેળવે છે. વધુને વધુ બાળકો ગાંધીજીવનમાંથી પ્રેરણા મેળવે . તેવા ઉમદા હેતુથી દર વર્ષે 26 – જાન્યુઆરી , 30 – જાન્યુઆરી , 15 – ઓગષ્ટ , 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં 12 વર્ષ કે તેથી નાની વયના બાળકોને નિ : શુલ્ક પ્રવેશ   આપવામાં આવશે.

ગુજરાતમાં પ્રથમવાર કાઉન્સિલર્સ મોનીટરીંગ એપ બનાવશે રાજકોટ

કોર્પોરેટરો પોતાના વોર્ડની  ફરિયાદની વિગતો અને  સ્ટેટસ મોબાઈલ પર જાણી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત  કાઉન્સિલર્સ મોનીટરીંગ એપ  ડેવલપ કરવામાં આવશે. આ એપ મારફત કોર્પોરેટરોેને પોતાના વોર્ડની ફરીયાદોની વિગતો અને તેના સ્ટેટસની જાણકારી મળી રહેશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી લગત ફરિયાદ નોંધાવી શકશે અને આ ફરિયાદ સંબંધિત અધિકારીને પોતાના મોબાઈલ ફોનમાં અલગથી જોવા મળશે.જેથી તે ફરિયાદના પ્રાથમિકતા (પ્રાયોરીટી ) આપી શકાય. આ એપ મારફત કોર્પોરેટરોને પોતાની ગ્રાન્ટમાંથી થતા કામોની વિગત , પોતાના વોર્ડના પ્રોપર્ટી ટેક્સ તેમજ અન્ય ટેક્સની વિગતો પણ મળી રહેશે.

શહેરીજનો દ્વારા કોર્પોરેટરોને રાજકોટ મહાનગરપાલિકાના કામો સંબંધી ટેલિફોનીક તેમજ રૂબરૂ ફરિયાદો / સૂચનો આપવામાં આવે છે, જે તમામ ફરિયાદો / સૂચનોને કોર્પોરેટરએ પોતાના મોબાઈલ એપ્લીકેશનમાં સ્ટોર તેમજ ટ્રેક કરી શકશે . ચેરમેન , સ્ટેન્ડિંગ કમિટી ઉપરોક્ત તમામ વોર્ડની કામગીરીનું મોનીટરીંગ કરી શકશે . આ એપ માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .50 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

મેઇન્ટેનન્સ એક્ષ્પેન્સીસ મોનીટરીંગ સિસ્ટમ માટે  રૂ.50 લાખ ફાળવાયા

શહેરમાં પાણીની પાઈપલાઇન , ડ્રેનેજ પાઈપલાઈન, રસ્તા કામો વિગેરેના મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પાઈપલાઇન નેટવર્ક બનાવવા તેમજ જુદા જુદા કેબલ ઓપરેટર્સ દ્વારા ઓ.એફ.સી. કેબલ અને ગેસની પાઈપલાઈન નાખવા અંગેની કામગીરી કરવામાં આવે છે અને આ માટે રોડનું ખોદાણ કરવામાં આવે છે . આ તમામ કામગીરીનું મોનીટરીંગ થઈ શકે તેમજ આ કામગીરી સમયસર પુર્ણ થાય અને રોડ રીસ્ટોરેશન પણ સમયસર પુર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  મેઇન્ટેનન્સ એક્ષ્પેન્સીસ મોનીટરીંગ સિસ્ટમ  ” મોબાઈલ એપમાં કોઈ પણ

કામગીરી શરુ કરતા પહેલા તેની નોંધ (એન્ટ્રી) થશે અને તે કામગીરી પ્રગતિમાં હોય તે દરમિયાન તેમજ તે કામગીરી પૂર્ણ થયા બાદ જીયો લોકેશન સાથે ફોટોગ્રાફ તેમજ અન્ય વિગતો સંબંધિત વોર્ડ સ્ટાફે અપલોડ કરવાની રહેશે . આ કામગીરીનું સીધુ મોનિટરીંગ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામા આવશે અને જો કોઈ કામગીરી સમયસર પુર્ણ ન થાય તો મોબાઈલમાં તે અંગેનું ઓટોમેટીક નોટીફીકેશન જનરેટ થશે . આ એપ માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

અરે વાહ… ત્રણેય ઝોનમાં બાળકો માટે  બોકસ ટેનિસ ક્રિકેટની સુવિધા

વધુએક કોમ્યુનિટી હોલ બનાવવા માટે બજેટમાં 5 કરોડની જોગવાઈ

છેલ્લા ઘણા સમયથી શહેરમાં બોકસ ક્રિકેટનો ક્રેઝ વધીરહ્યો છે.  બાળકો માટે રમત ગમતના મેદાનો સતત ઘટી રહ્યા છે.ત્યારે કોર્પોરેશન દ્વારા એક  ઉચ્ચ નિર્ણય લેવામાંઆવ્યો છે.  શહેરના ત્રણેય ઝોનમાં એક અકે બોકસ ટેનિસ ક્રિકેટની સુવિધા ઉભી કરવામાં આવશે.  જયાં બાળકો ક્રિકેટ રમી શકે તેવી  વ્યવસ્થા ગોઠવવામાંઆવશે. આજે બજેટ મંજૂર  કરતીવેળાએ  સ્ટે. ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા આ જાહેરાત કરાય છે. બાળકોમાં ખેલદિલીનો ગુણ ખીલે તેમજ બાળકોની માનસિક – શારીરિક તંદુરસ્તી વિકસે તે હેતુથી શહેરના ત્રણેય ઝોન દીઠ , ખેલકુદની જરૂરી પ્રાથમિક સુવિધા ધરાવતા એક બોક્સ ટેનિસ ક્રિકેટની સુવિધા આપવામાં આવનાર છે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023 / 24 ના બજેટમાં રૂ .150 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

શહેરીજનોને પોતાના પારિવારિક પ્રસંગો યોજવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથેના કુલ 19 કોમ્યુનિટી હોલ અન્વયે કુલ 27 યુનિટ કાર્યરત છે . જયારે આગામી દિવસોમાં શહેરના જે વોર્ડમાં કોમ્યુનિટી હોલની સુવિધા નથી તે પૈકી એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવાની યોજના બજેટમાં સામેલ કરેલ છે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .500 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઝોન ક્ચેરી અને સિવિક સેન્ટરોમાં કાયમી હેલ્પ ડેસ્ક

અરજદારોને તમામ પ્રકારના  ફોર્મ  ભરી આપવાની વ્યવસ્થા ઉભી કરાશે

કોર્પોરેશન કચેરી વિવિધ  કામો માટે આવતા અરજદારોને હાલાકી વઠવી ન પડે તેમાટે ત્રણેય ઝોન કચેરી અને તમામ સિવિક સેન્ટરો ખાતે કાયમી હેલ્પ ડેસ્કની સુવિધા ુભી કરવામા આવશે.

શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કામો સંબંધે પૂરતું માર્ગદર્શન મળી રહે અને શહેરીજનોનો સમય બિનજરૂરી રીતે વ્યતિત ન થાય તે હેતુસર  ત્રણેય ઝોન ઓફિસ તથા તમામ સીટી સિવિક સેન્ટર ખાતે તમામ પ્રકારના ફોર્મ પણ ભરી આપવાની વ્યવસ્થા સહ કાયમી હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે , આ હેલ્પ ડેસ્કમાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના કામ લગત તમામ પ્રકારના ફોર્મ મળી રહેશે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023 / 24 ના બજેટમાં રૂ .50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

ઈસ્ટઝોનમાં વોકિંગ ટ્રેક સાથે  બનાવાશે પ્લે ગ્રાઉન્ડ

શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસના ભાગરૂપે તેમજ શહેરીજનોની શારીરિક – માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર શહેરના પૂર્વ ઝોનમાં વોકિંગ ટ્રેક સાથેના એક પ્લે ગ્રાઉન્ડની સુવિધા આપવાનું આયોજન છે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .150 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

શિક્ષણ સમિતિની એક શાળાને સ્માર્ટ સ્કુલ તરીકે વિકસાવશે

તમામ પ્રાથમિક શાળાઓમાં રંગરોગાન પણ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ પૈકી કોઈપણ  એક શાળાને પ્રાયોતગિક  ધોરણે સ્માર્ટ સ્કુલ તરીકે વિકસાવવામાં આવશે આઉપરાંત  તમામ શાળાઓમાં રંગરોગાન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક સ્કૂલને પ્રાયોગિક ધોરણે પરંપરાગત શાળા જીવનથી અલગ તેમજ એકતરફી વ્યાખ્યાન પદ્ધતિને સ્થાને આધુનિક શૈક્ષણિક પદ્ધતિ તરીકે સ્માર્ટ સ્કુલ ક્ધસેપ્ટ , વર્ગખંડોમાં આધુનિક સાધનો અને ટેકનોલોજીના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ રહીને નવું નવું શીખવાનો અનુભવ મળી રહે તે રીતે  સ્માર્ટ સ્કુલ  બનાવવાનું આયોજન કરેલ છે . જે માટે આગામી નાણાકીય વર્ષ 2023/24 ના બજેટમાં રૂ .75 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 92 શાળાઓમાં કુલ 34,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે . આ શાળાઓના રંગરોગાન માટે આગામી નાણાકીય વર્ષ 2023 / 24 ના બજેટમાં રૂ .500 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.