Abtak Media Google News

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અનેક કામો હાથ ધરાશે: ચેક ડેમો, નદી, ખેત તલાવડીની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરાશે, હયાત પાઇપ લાઈનની થશે સફાઈ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અનેક કામો હાથ ધરાશે. જેમાં જિલ્લામાં પ્રથમ વખત કોઈ એક સુકાઈ ગયેલી નદીને પુન: જીવિત કરવાનો પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ચેક ડેમો, નદી, ખેત તલાવડીની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરાશે અને હયાત પાઇપ લાઈનની થશે સફાઈ કરાશે.

રાજયભરમાં જળસંચયની કામગીરીને વેગ આપવા માટે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” અંતર્ગત વર્ષાઋતુ પહેલા લોક ભાગીદારીથી જળ સંચયની કામગીરી સબંધિત સરકારી વિભાગોના સંકલનથી કરવામાં આવશે, જેના રાજકોટ જિલ્લાના આયોજન અંગેની બેઠક  કલેકટર અરુણ મહેશ બાબુના  અધ્યક્ષસ્થાને યોજાઈ હતી,

કલેક્ટરએ  ખેતતળાવ, તળાવો, ચેકડેમો, નદી વગેરેની સફાઈ કરી વધુને વધુ જળ સંગ્રહ માટે સૂચના આપી હતી. તથા જળાશયો ઊંડા કરવા, ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવા, ગ્રામ પંચાયતની ટાંકીઓ અને ઓવર હેડ ટેંકની સફાઈ કરવા અને તેના મોનીટરીંગ કરવાની સૂચના અધિકારીઓન આપી હતી. વન વિભાગને રોડ સાઈડ પ્લાન્ટેશન કરી ગ્રીન કવર વધારવાની સૂચના અપાઈ હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, પ્રાંત અધિકારી કે જી ચૌધરી, રાજેશ આલ, વિવેક ટાંક, એક્ઝિક્યુટીવ ઈજનેર સિંચાઈ યોજના પ્રેક્ષા ગોસ્વામી, એક્ઝિક્યુટીવ ઈજનેર ચાંદની ગણાત્રા,  રેન્જ ફોરેસ્ટ ઓફિસર હંસાબેન મોકરીયા, તથા સંબંધિત અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.