Abtak Media Google News

એસ.ઓ.જી., ક્યુઆરટી ટીમ ડોગ સ્કોડ સાથે બસ પોર્ટ અને રેલ્વે સ્ટેશન

ખાતે શંકાસ્પદ મુસાફરો અને બિનવારસી માલનું ડિટેક્શન કીટ દ્વારા તપાસણી

 

અબતક-રાજકોટ

રાજ્યભરમાંથી માદક પદાર્થનો જંગી જથ્થો પકડાયાના પગલે શહેર પોલીસ હરકતમાં આવી એસ.ઓ.જી. અને ક્યુઆરટી ટીમ સ્નીફર ડોગ સાથે પરિવહન સ્થળોએ સઘન ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ મુસાફરો અને બિનવારસી માલ-સામાનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.વધુ વિગત મુજબ તાજેતરમાં મુન્દ્રા, સલાયા, મોરબીના ઝીંઝુડા અને ખંભાળિયા નજીકથી જંગી માત્રામાં હેરોઇનનો જથ્થો પકડાયાની ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં નશીલા પદાર્થના વેંચાણ અને હેરાફેરીને કડક હાથે ડામી દેવા આપેલી સુચનાને પગલે સ્ટાફ હરકતમાં આવ્યો હતો. સુચનાને પગલે એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલ શહેરમાં નાકોટીક્સ પદાર્થની હેરાફેરી કે વેંચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાકોટીક્સ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ. ટી.બી. પંડ્યા હે.કો.મોહિતસિંહ જાડેજા, પો.કોન્સ.રણછોડભાઇ આલ અને હિતેષભાઇ પરમાર શહેરની ક્યુઆરટી ટીમ સ્નીફર ડોગની ટીમ સાથે રાખી રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ પોર્ટ તથા રેલ્વે જંક્શન જેવી જાહેર જગ્યાઓએ તેમજ તે જગ્યાઓએ પરિવહન કરતી બસો તથા ટ્રેનોમા સ્નીફર ડોગ દ્વારા રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ઉપર મુસાફરી કરતા મુસાફરોનો શંકાસ્પદ તેમજ બિનવારસી માલસામાનનું ચેકીંગ કરવામાં આવેલ તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોનું ડીટેક્શન કીટ દ્વારા તપાસણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.