Abtak Media Google News

ઉમરાળા  સમાચાર

ઉમરાળા ટાઉન વિસ્તારમાંથી અવાવરૂ જગ્યા માંથી ઈંગ્લીશ દારૂની 13 પેટી મળી આવી છે . ઉમરાળા પોલીસે બાતમીના આધારે ઉમરાળા ગામની જૂની મામલતદાર કચેરીની ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. જે દરમિયાન પોલીસે  156 બોટલ ઘટના સ્થળે થી કબ્જે કરી છે .  રેડ દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલી 13 પેટી મળી કુલ 58500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  આ વિદેશી દારૂનો જથ્થો દશરથસિંહ જયદેવસિંહ ગોહિલ ઉર્ફે દસુ રજવાડીનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે . પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.