Abtak Media Google News

જીએસટી કાઉન્સીલની યોજાયેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય: ‘ચોખા બાકી ટેકસ’ પર જ વ્યાજ લાગશે

જુલાઇ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી રિટર્ન ન ભરાયા હોય, તો કરદાતાને ‘લેટ’ફી માટે દંડ નહીં કરાય

આજે જીએસટી કાઉન્સીલની ૪૧મી બેઠક યોજાઇ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથો સાથ એ વાતની પણ ચર્ચા થઇ રહી છે કે, રાજયો જે વળતર ચુકવવાનું છે, તેના પર નિર્ણય લેવાશે સાથો સાથ જીએસટી દરમાં પણ સુધારો કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારામનની અઘ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સરકાર અને જીએસટી કાઉન્સીલે જે નિર્ણયો લીધેલ છે. તેનાથી કરદાતાઓને ઘણો ફાયદો પહોચશે. કાઉન્સીલની બેઠકમાં એ વાતનો પણ નિર્ણય લેવાયો છે કે, જે કોઇ કરદાતા પર શુન્ય ટેકસ લાઆબીલીટી હશે અને જો કરદાતાઓએ જુલાઇ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી રીટર્ન નહિ ભર્યા હોઇ તો કરદાતાઓ પાસેથી લેટ ફી નહિ લેવાય, બીજી તરફ જે જીએસટી કરદાતાઓ કે જેઓએ જીએસટીઆર ૩-બીનું ફોર્મ જુલાઇ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીનું ફોર્મ નહિ ભયુૃ હોઇ તો લેટ ફી પેટે કરદાતાઓ પાસેથી પ૦૦ રૂપિયા દંડ વસુલાશે.

જીએસટી કાઉનસીલે કંપનીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં જે કંપનીઓએ રીટર્ન ન ભર્યા હોઇ અને તેમના પરની ટેકસ લાઆબીલીટી શુન્ય હોઇ તો લેટ ફી નહિ લેવાઇ આ નિર્ણય થી ઘણી કંપનીઓને અનેક ગણો ફાયદો પહોંચશે.

એવી જ રીતે હાલ વૈશ્ર્વિક મહામારીના સમયમાં કંપનીઓને આર્થિક નુકશાનીનો સામનો ખુબ મોટી માત્રામાં કરવો પડયો છે. ત્યારે કંપનીઓને વધુ તકલીફ ન પડે, તે હેતુસર જીએસટી કાઉન્સીલે નિર્ણય લેતા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં જે કં૫નીનું ટર્નઓવર પ કરોડ સુધીનું હોઇ તો તેઓએ રીટર્ન ફાઇલ ઉપર ૧૮ ટકા વ્યાજ ભરવું પડતું હતું. ત્યારે કાઉન્સીલે આ મુદ્દાને ગંભીરતાથી લઇ ૧૮ ટકાથી ઘટાડી વ્યાજ ૯ ટકા સુધી કરી દીધું છે.  કાઉન્સીલે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે મે, જુન અને જુલાઇ માસ માટેનું રીટર્ન ૩૦ સપ્ટેમ્બર સુધી ભરી દેવામાં આવશે. તો લેટ ફી અને  લગાવામાં આવેલ વ્યાજને માફ કરી દેવાશે. એવી જ જે કરદાતાઓ પોતાના જીેઅસટી નોંધણીનું રીઝટોરેશન કરવામાં માંગતા હોઇ, તે સર્વે માટે ૩૦ સપ્ટેમ્બર સુધી એક વખતનું એકક્ષટેન્શન આપવામાં આવ્યું છે.

૧લી જુલાઈ ૨૦૧૭થી જયારથી જીએસટીને લાગુ કરવામાં આવ્યું છે તેમાં જીએસટી કાઉન્સીલ દ્વારા સ્પષ્ટપણે ચોખવટ કરવામાં આવી હતી કે, જીએસટી લાગુ થયાના પાંચ વર્ષમાં રાજયમાં આવકને જે પણ નુકસાન પહોંચશે તેની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજયનાં પ્રોડકટ રેવન્યુમાં દર વર્ષે ૧૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે પાંચ વર્ષના ટ્રાન્ઝીટ પીરીયડમાં કેન્દ્ર સરકાર મહિનામાં બે વાર રાજયોને વળતરની રકમ ચુકવશે પરંતુ ચાલુ વર્ષે હજી સુધી રાજયોને તે આવક અને કેન્દ્ર તરફથી સહાય મળી નથી. કહેવાય છે કે, કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલ દ્વારા જે નાણા રાજયોને વળતરરૂપે આપવામાં આવે છે તેને જીએસટી કમ્પોઝીશન ફંડમાંથી આપવામાં આવતું હોય છે. બીજી તરફ કમ્પોઝીશન ફંડમાં આવક કઈ રીતે ઉદભવિત થાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે. રાજયનાં આવકની જે ભરપાઈ કમ્પોઝીશન સેસ થકી કરવામાં આવે છે. એટલે કે તમાકુ, ઓટો મોબાઈલ જેવા બિનજરૂરી લકઝરી આઈટમ પર જે આવક ઉદભવિત થતી હોય તે ફંડ થકી રાજયોના આવકની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય હતી તેના કારણે ફંડ જે ઉદભવિત થવું જોઈએ તે પુરતા પ્રમાણમાં થઈ શકયું ન હતું જેના કારણે કેન્દ્ર સરકારે રાજયોની આવક માટે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.