Abtak Media Google News

મૃતક દીઠ  દશ લાખ જમાં કરાવવાના હાઈકોર્ટના આદેશના આધારે વચગાળાના જામીન  માંગ્યા ‘તા

વળતરની રકમ ઓરેવા ગ્રુપે જમા કરાવવાની અને જયસુખ પટેલની ગેરહાજરીમાં પણ ધંધો ધમધમે છે: સ્પે. પી.પી. વોરા

મોરબી ખૂલતો પુલ દુર્ઘંટનાના મુખ્ય આરોપી ઓરેવા ગૃપના  જયસુખ પટેલની ચાર અઠવાડીયાની વચગાળાની જામીન  અરજી રદ કરેલ છે.

વધુ વિગત મુજબ   મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયેલ હતા અને 85 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થયેલ હતી . આ દુર્ઘટના બાદ ઓરેવા ગૃપના મેનેજીંગ ડીરેકટર  જયસુખ પટેલ ત્રણ માસ સુધી નાસતા ફરતા રહ્યાબાદ તા . 1/02/2023 ના રોજ મેજિસ્ટ્રેટ  સમક્ષ સ્વેચ્છાએ હાજર થયેલ હતા. આ દરમ્યાન  હાઈકોર્ટે આ દુર્ઘટનાનું ’ સુઓ – મોટો કોગ્નીઝન્સ લીધેલ હતો જે દરમ્યાનની કાર્યવાહી વખતે ઓરેવા ગૃપે દરેક મૃતકના પરિવારને  પાંચ લાખ અને દરેક ઈજાપામનારને  એક લાખ ચુકવવાની સ્વખુશી દર્શાવેલીહતી . આ રકમ  હાઈકોર્ટે વધારી પ્રતી મૃતક દીઠ દેશ લાખ અને દરેક ઈજાપામનારને બે લાખ ચાર અઠવાડીયામાં ચુકવી આપવાનો હુકમ કરેલો હતો. આ હુકમના પાલન માટે જયસુખ પટેલે એક માસના વચગાળાના જામીનની માંગણી કરી હતી .

આ જામીન અરજીના સમર્થનમાં આરોપીના વકીલે  રજુઆત કરેલ હતી કે જો હુકમનું પાલન ન થાય તો તેઓ વિરુધ્ધ  હાઈકોર્ટના હુકમના અનાદરની કાર્યવાહી થઈ શકે તેથી તેઓને આ હુકમનું પાલન કરવા એક માસના વચગાળાના જામીન આપવા જોઈએ. જયારે  સરકાર તરફે  એસ.કે. વોરાએ રજુઆત કરેલ હતી કે ઓરેવા ગૃપ વતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દરેક મૃતકના પરિવારને પાંચ લાખ અને  ઈજાપામનારને એક  લાખ

ચુકવવાની તૈયારી દર્શાવેલી હતી. તેથી આવી સ્વખુશીના આધારે જે હુકમ થયેલ છે તે અંગે અનાદરની કાર્યવાહી થવાપાત્ર નથી. આથી , હુકમના અનાદર જેવા કારણ સબબ વચગાળાના જામીન મળવા પાત્ર નથી. આ ઉપરાંત સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે  હાઈકોર્ટે જે હુકમ કરેલ છે તે ઓરેવા ગૃપ વિરુધ્ધ કરેલ છે તેથી જયારે ઓરેવા ગ્રુપની જવાબદારી બનતી હોય ત્યારે  ઓરેવા ગૃપ નો ધંધો  સતત કાર્યશીલ છે.

જયસુખ પટેલની ચાર માસની ગેરહાજરીના કારણે ઓરેવા ગૃપનો ધંધો બંધ થયેલ નથી કે આ ગૃ્રપ નુકસાન  થયેલ  નથી. ઉપરાંત  હાઈકોર્ટ સમક્ષ પ્રતી મૃતકના પરિવારને  પાંચ લાખ અને દરેક ઈજાપામનારને  એક લાખ ચુકવવાની તૈયાંરી દર્શાવેલ હતી ત્યારે તેઓએ પોતાની નાણાકીય ઉપલબ્ધી અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને આવી તૈયારી દર્શાવેલી હતી. આ તમામ કારણોસર મુખ્ય આરોપી  જયસુખ પટેલ વચગાળાના જામીન મેળવવા હકકદાર બનતા નથી.  સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે મુખ્ય સેશન્સ જજ  પી.સી. જોષી  વચગાળાની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.