Abtak Media Google News

ડો.સંજય પંડ્યાની વેબસાઈટ www.KidneyEducation.com પરથી કિડની લગતી તમામ માહીતી ઉપલબ્ધ

કિડની ટનાટન રાખવી હોય તો વ્યસનથી દૂર અને કસરતની સમીપ રહેવું જોઈએ; ડો.સંજય પંડ્યા

‘અબતક’ ચાય પે ચર્ચામાં કિડનીની જાળવણી ઉપચાર અને કિડનીના દર્દી બનતા બચવાના ઉપાયો દર્શાવતા ડોક્ટર સંજય પંડ્યા

માનવ શરીરમાં કિડની એક ફિલ્ટર પ્લાન્ટ તરીકે કાર્ય કરે છે આ ફિલ્ટર પ્લાન્ટ જેટલું સક્ષમ અને વેલમેન્ટેન હોય એટલું શરીર સારું ચાલે, જો કિડનીમાં તકલીફ ઊભી થાય તો તે અનેક સમસ્યાઓનું સર્જન કરી શકે, કિડની ની જાળવણી દરેક વ્યક્તિ માટે “અનિવાર્ય” છે, ત્યારે વિશ્વભરમાં 9મી માર્ચે “વિશ્વ કિડની દિવસ” ઉજવણી કરવામાં આવે છે. કિડની એટલે આપણા શરીરનું એક એવું અંગ કે તેની જાળવણી માટે આ વિશેષ કાળજી રાખવી જોઈએ, કિડનીની જાળવણી ની જાગૃતિ માટે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ઉજવણી થાય છે. આ વર્ષે 2023 માં વિશ્વ કિડની દિવસના મુખ્ય થીમમાં કિડની હેલ્થ ફોર ઓલ.

કોઈને પણ અણધારી રીતે કિડની સમસ્યા સર્જાય તો તેની સારવાર અને જાળવણી કેવી રીતે કરવી ?કિડનીના બીમાર સાથે આપણે કેવી સંવેદના રાખવી જોઈએ? આ મુદ્દે અબ તક હેલ્થ વેલ્થમાં રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડ્યાએ અબતક સાથેની વાતચીતમાં કિડની જાળવણી અંગે વિશેષ ચર્ચા કરી હતી.

ડો. સંજય પંડ્યા નેફ્રોલોજીસ્ટ ડોક્ટર તરીકે રહેવાની સાથે સાથે વિશ્વસ્તરે કિડની જાગૃતિ અભિયાન સાથે પણ જોડાયેલા છે અને તેમની આ સેવા ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં નોંધનીય બની છે. તેમણે કિડની જાળવણી માટે સંપૂર્ણ વિગતો અને જરૂરી માર્ગદર્શન માટે www.KidneyEducation.com  નામની એક વેબસાઈટ બનાવી છે અને તે 40 ભાષામાં સંપૂર્ણપણે કિડની અંગેની વિનામૂલ્ય માહિતી આપવા નિમિત બની છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા કિડની એજ્યુકેશન વેબસાઈટને પ્રચંડ સમર્થન લીંક બ્રોડકાસ્ટને મીડિયાના માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવે છે 10 કરોડથી વધુ હિટ્સ અને 6 લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ સાથે વિશ્વભરમાં માહિતી આપવામાં કિડની એજ્યુકેશન વેબસાઈટ અગ્રેસર બની છે. વિશ્વના સૌથી વધુ નિષ્ણાતો દ્વારા કિડની સ્વસ્થ રાખવા માટેની વિશ્વની માહિતી 40 ભાષાનું ખજાનો બની ગયો છે. અબતકના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ડો.સંજય પંડ્યા એ કિડનીની જાળવણી અને કિડનીના દર્દના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પ્રશ્ન : કિડની શું છે અને તેના કાર્યો શું છે તેના વિશે જણાવશો?

ડો. સંજય પંડ્યા: દરેક માનવ દેહમાં બે કિડની પીઠની પાછળના ભાગ એક કરોડરજ્જુની બંને બાજુએ આવેલી છે. એક મુઠ્ઠી જેવડા કદની આ કિડની શરીરનું ફિલ્ટર પ્લાન્ટ છે. શરીરમાં હૃદય દ્વારા બહાર આવતા લોહીના 20 ટકા જેટલો જથ્થો કિડનીમાં દર મિનિટે શુદ્ધ થાય છે, કિડનીમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે, વધારાના કચરા અને પાણીને પેશાબ વાટે બહાર કાઢવાનું મુખ્ય કામ છે, સાથે સાથે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખે છે. બ્લડપ્રેશર નિયમન કરે છે, ખનીજ ક્ષાર નિયમન, કેલ્શિયમ, હિમોગ્લોબિન ઇકો પ્રોટીન બનાવીને હિમોગ્લોબીન મેન્ટેનન્સ આ બધા કામો કિડની કરે છે.

Screenshot 10 4

પ્રશ્ન : આ વર્ષે વિશ્વ કિડની દિવસની થીમ કિડની સમસ્યા ના નિદાન અને ન થાય તેની તકેદારી ની છે…સમસ્યા થાય તો કેવા ચિન્હો દેખાય છ? અને તેનો ઉપાય શું?

ડો. સંજય પંડ્યા: કિડનીના રોગોની અને તેના ચિન્હો ની ચર્ચા કરીએ તો ઘણા બધા કિડનીના દર્દીઓમાં કિડની બગડીને સાવ બદ્તર થઈ જાય  ત્યાં સુધી કિડની બગડી ગઇ હોવાના કોઈ ચિન્હો દેખાતા નથી, સામાન્ય રીતે જોવા મળતા ચિન્હોમાં સોજા ચડવા, આંખ નીચે સોજા, સવારના પોરમાં જોવા મળે; પગે સોજા ચડવા, કિડની કચરો કાઢવા ચાહે પરંતુ ન નીકળે એટલે કચરો શરીરમાં ભેગો થાય એટલે ખોરાક ઓછો લેવાય, ઉલટી થાય, ઉબકા આવે આ ઉપરાંત નબળાઈ, કિડનીના દર્દીઓમાં લોહીનું દબાણ વધવાની સમસ્યા સામાન્ય છે. બ્લડ પ્રેશર તો સામાન્ય રીતે જોવા મળે તો આપણને કેમ ખબર પડે કે આ કિડની થી બ્લડપ્રેશર ની સમસ્યા ઊભી થઈ છે. જો કોઈ દર્દી ને નાની ઉંમરમાં 20 થી 30 વર્ષની વયમાં બ્લડપ્રેશર ની સમસ્યા દેખાઈ અથવા તો નિદાન થાય ત્યારે બ્લડપ્રેશર એકદમ ઊંચું આવે તો સમજવું કે કિડનીમાં કંઈક ગડબડ છે, આ ઉપરાંત પેશાબમાં વધઘટ, બળતરા થવી, રોકાવું ,સફેદ કે પીળા ફીણ આવવા, લાલ પેશાબ આવવું, જેવા લક્ષણો કિડની સમસ્યા ના ચિન્હો ગણી શકાય

પ્રશ્ન : કિડની માં ક્યારે નિદાન કરાવવાની જરૂર પડે તેની વાચકોને સમજણ આપશો?

ડો.સંજય પંડ્યા: કિડની ની તપાસ માટે સૌપ્રથમ બ્લડપ્રેશર માપવું ,બ્લડપ્રેશર ઊંચું આવે તો આગળની તપાસ માટે આગળ વધવું જોઈએ …હા બધા બ્લડપ્રેશર વાળા ને કિડની ની તકલીફ હોય એવું માની ન લેવું. પણ કિડની તકલીફ મા સપડાયેલા દર્દીને બ્લડપ્રેશર ઊંચું હોય તે હકીકત છે, પછી યુરીન ટેસ્ટ જેમાં પ્રોટીન ;રક્તકણ જતા હોય અને કિડનીની કાર્યક્ષમતા તપાસવા માટે ક્રિએટિની માત્રા તપાસવાનો ટેસ્ટ કિડનીની સાચો રિપોર્ટ આપી દે છે સામાન્ય રીતે 0.1 થી1.3   જેવી હોય1 પણ જો 1.3 થી ક્રિએટિન ની માત્રા વધે તો સમજી લેવું કે કિડનીમાં પ્રોબ્લેમ છે.

પ્રશ્ન : કિડની ના રોગો વિશે માહિતી, તેનો ઈલાજ અને કિડની ફેલયોર શું છે તે સમજાવશો?

ડો. સંજય પંડ્યા: દરેકના શરીરમાં બે કિડની છે અને કિડની ફેલિયર એટલે લોહીમાં કિરિટીની માત્રા વધે જાય એટલે તે કિડની ફેલયોર ગણાય, એ ત્યારે શક્ય બંને જ્યારે સતત પણે કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય કિડની ફેલયોર પ્રથમ પ્રકાર એક્યુટ કિડની ફેલયોર અને ક્રોનિક કિડની ડીસીઝ. એક્યુટ કિડની ફેલયોર : સંપૂર્ણ તંદુરસ્ત માણસની કિડની તાવ, ઉલટી બીપી ઘટવાથી ચેપ લાગવાથી મૂત્રમાર્ગમાં પથરી જેવી અડચણના કારણે કિડની ફેલ થાય તેને એક્યુટ કિડની ફેલયોર એકા એક ટૂંકા ગાળામાં કિડની બગડે તેને એક્યુટ કિડની ફેલયોર કહેવાય, ચાર દિવસ પહેલા બધું બરાબર હોય અને એકાએક કિડની બગડી જાય આ પરિસ્થિતિમાં કારણનું નિદાન કરી સારવાર કરવાથી કિડની ફરીથી 90 95 ટકા કામ કરતી થઈ જાય છે. જ્યારે બીજો પ્રકાર ક્રોનિક કિડની ડીસીઝ ડાયાબિટીસ બ્લડપ્રેશર લાંબા સમય સુધી દુખાવાની દવા લેવાથી કે કેટલાક વારસાગત પરિબળોના કારણે કિડની ક્રમશ: વર્ષોથી થોડી થોડી બગડતી હોય અને કાર્યક્ષમતા ઘટી જાય તેને ક્રોનિક કિડની ડિસીઝ કહેવાય તેમાં ચિન્હો શરૂઆતમાં દેખાતા નથી અને તે કદાચ અસાધ્ય બની જાય આ સ્થિતિ ઊભી ન થાય અને વહેલાસર નિદાન કરાવીને તેની સારવાર કરી લેવામાં આવે આજ જાગૃતિ માટે વર્લ્ડ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે

પ્રશ્ન : ડાયાબિટીસ અને કિડની ના રોગોને સંબંધ હોય જ ત્યારે ડાયાબિટીસના દર્દીઓને કિડની શું સાવચેતી રાખવી જોઈએ તે બતાવશો?

ડો.સંજય પંડ્યા: કિડનીના દર્દને એકબીજા સાથે સંબંધ છે, દર ત્રણ ડાયાબિટીસના દર્દીઓમાં કિડની સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા ગણાય, એટલે ડાયાબિટીસના દરેક દર્દીને કિડની પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, શું જાગૃતિ રાખવી જોઈએ ? તેની વિગતે વાત કરીએ તો ડાયાબિટીસ છે તો જે લોકોનું ડાયાબિટીસ કાબુમાં ન રહેતું હોય તેની કિડની બગડવાની શક્યતા રહે છે, ડાયાબિટીસના દર્દીઓમાં બીપીની તકલીફ થાય અથવા સોજા જોવા મળે, દવામાં વધઘટ થાય ,તો તેના પાછળ પણ કદાચ કિડની બગડવાનું કારણ હોય: ડાયાબિટીસ વધી જાય ઘટી જાય તો કિડની તપાસ કરાવી લેવી, ડાયાબિટીસ ના દર્દીઓમાં આંખ પર અસર થઈ હોય તેની કિડની પણ બગડતી જ હોય, ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડપ્રેશર સોજા અને આંખની તકલીફ ઊભી થાય તો કિડની તપાસ કરાવી લેવી હિતાવહ ગણવામાં આવે છે. દવા ઘટે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય તો કિડની બગડવાની ચેતવણી ગણી લેવી.

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો

  • નબળાઈ લાગવી, થાક લાાગવો.
  • ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા.
  • આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા
  • નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યેાગ્ય કાબુ ન હોવો.
  • લોહીમાં ફિક્કાશ હોવી.
  • પેશાબ એાછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.

જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.