Abtak Media Google News

નવ પોલીસ કર્મચારીઓને પ્રમોશનથી સન્માનિત કરતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા

હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પરીવારનો સભ્ય માની, તેઓની ફરજ દરમ્યાનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

પોલીસ વિભાગમાં નાના સંવર્ગના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. કક્ષાના કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલથી કાર્ય કરતા હોય છે. તેઓ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે આમજનતા સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી તેઓનુ પ્રજા સાથેનું વર્તન, કાર્ય કરવાની પધ્ધતિ, અને કરેલ કાર્યવાહીનુ પરિણામ સમગ્ર પોલીસ વિભાગના પ્રતિબિંબ રૂપે સ્થાપિત થતુ હોય છે.

હરેશ દુધાત પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓ દ્વારા 23/04/2022 ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા હથિયારી/બિન હથિયારી/બેન્ડ/માઉન્ટેડ સંવર્ગના કુલ 46 પોલીસ કર્મચારીઓને બઢતી આપી સન્માનિત કરવામાં આવેલ છે. જે પરંપરાને જાળવી રાખી હાલ નિવૃતિ બદલીથી પડેલ ખાલી જગ્યાઓ ભરવા તાજેતરમાં બઢતી કમીટી યોજી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે મુજબના કુલ-9 કર્મચારીઓને તા.04/05/2022 ના રોજ જુદા-જુદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ચાર PIઓની આંતરિક બદલી કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને જિલ્લાના ચાર પી.આઇઓ.ની આંતરિક બદલી કરી નાખવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ વાઘેલાને સી.પી.આઈ ધાંગધ્રા મુકી દેવામાં આવ્યા બીજી તરફ આઈ.બી વલવીને લીમડી થી ચોટીલા PI તરીકે મુકી દેવામાં આવ્યા છે. ટી.બી હીરાણી ને હુમન યુનિટ માંથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે બીજી તરફ મિત્તલ ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનમાંથી સિટી પોલીસ સ્ટેશનમાં PI તરીકે મૂકી અને બદલી કરી નાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.