Abtak Media Google News

મોટામવા સીઆરસીના કુલ 1150 બાળકોને સ્કૂલબેગ, નોટબૂક તેમજ અન્ય સ્ટેશનરી અર્પણ : પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન પણ કરાયું

મોટામવા સીઆરસી સેન્ટરની કુલ 9 સરકારી શાળાના 1150 બાળકોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર મંચ ના સંયોજક રાજુભાઇ ધ્રુવ  ના પ્રયાસો થી મગનભાઇ ફળદુ, વનરાજભાઇ ગોહિલ તેમજ શિક્ષક  પરિમલભાઇ ગોહિલ જેવા સેવાભાવી દાતાઓના સહયોગથી  સ્કૂલબેગ, નોટબૂક, શબ્દ જગત બુક તેમજ અન્ય સ્ટેશનરી આપી શાળાના શિક્ષકો તેમજ બાળકોનો ઉત્સાહ વધાર્યેા હતો.

Advertisement

મુંજકા પ્રાથમિક શાળામાં  વિદ્યાંજલિ કાર્યક્રમનું આયોજન સીઆરસી કો.ઓડિર્નેટર મુઝમ્મીલભાઇ સુધાગુનિયા તેમજ શાળા સ્ટાફ દ્રારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ તાલુકાના બીઆરસી કો.ઓડિર્નેટર ભરતભાઇ ગઢવી, માધાપર તાલુકા શાળાના સીઆરસી કો.ઓડિર્નેટર કિશોરભાઇ પરમાર, કાગદડી સીઆરસી કો. યોગેશભાઇ મકવાણા, બેડલા સીઆરસી કો. જયશ્રીબા વાઢેર, રાજકોટ તાલુકાની મોટામવા તાલુકા શાળા, વેજાગામ પ્રા.શાળા, વાજડીવીરડા પ્રા.શાળા, લમીનારાયણ પ્રા.શાળા, કણકોટ પ્રા.શાળા, કૃષ્ણનગર પ્રા.શાળા, રામનગર પ્રા.શાળા, મુંજકા પ્રા.શાળાના કુલ 50 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે સંયોજક રાજુભાઇ ધ્રુવ, સહયોગી દાતા મગનભાઇ ફળદુ,સહયોગી દાતા વનરાજભાઇ ગોહિલ,સહયોગી દાતા શિક્ષક પરિમલભાઇ ગોહિલ,ભરતભાઇ ગઢવી,મુઝમીલભાઈ સુધાગુનીયા દ્રારા બાળકોને શૈક્ષણીક કિટ વિતરણ કરવામાં  આવ્યું હતુ.

રાજુભાઇ ધ્રુવે  જણાવ્યું કે, સરકારી શાળાના બાળકો અન્ય શાળાની સરખામણીમાં બિલકુલ ઉણા ઉતરે તેમ નથી.દેશ ને આઝાદી અપાવનાર સત્યાગ્રહીઓ તથા ક્રાંતિકારીઓ જેવા મહાપુરુષો આ સરકારી શાળાઓ માં ભણી ને દેશ ને માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી.ઘણા ગરીબ પરિવાર જન્મેલા લોકોએ દેશ ને આઝાદી મળ્યા બાદ નેતૃત્વ અને સુરાજ્ય સુશાસન પૂરું પાડ્યું.આ બધા લોકો આવી પ્રાથમિક શાળાઓ માં ભણેલા હતા. આ પ્રસંગે રાજુભાઇએ શાળાના શિક્ષકોને પણ પ્રોત્સાહિત કર્યા  હતા.

વેજાગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રફુલ્લાબેન જેસડીયા કે જેમણે વિજ્ઞાન જેવા સંકુલ વિષયને વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગોના મહાવરા દ્રારા સરળ બનાવ્યાં. પ્રફુલ્લાબેન દ્રારા બે વર્ષથી સીઆરસી તેમજ તાલુકા કક્ષાના વિજ્ઞાનગણિત પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કયુ. તેમના આ કાર્યને બિરદાવતા રાજુભાઇ ધ્રુવ દ્રારા તેઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાહતા.

આ પ્રસંગે સીઆરસી કો.ઓડિર્નેટર મુઝમ્મીલભાઇ સુધાગુનિયાએ સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી સરકારી શાળાના 1150 બાળકોને સ્કૂલબેગ, નોટબૂક વગેરે વસ્તુઓ પુરી પાડવા બદલ સહયોગી મગનભાઇ ફળદુ, વનરાજભાઇ ગોહિલ તેમજ પરિમલભાઇ ગોહિલ,સંયોજક  રાજુભાઇ ધ્રુવનો આભાર વ્યકત કર્યેા. સાથે સાથે કાર્યક્રમના અંતે વેજાગામ પ્રાથમિક શાળાની ધો.6, 7 અને 8ની ક્ધયાઓએ બનાવેલ  તુલસીજી રોપીત હસ્તનિર્મિત કુંડા સહયોગીને ભેટ આપવામાં આવેલ  હતી.રાજકોટ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  એસ પી ડાંગર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  ધર્મેન્દ્રભાઈ સરડવા એ આ કાર્ય બદલ શુભેચ્છા પાઠવેલ હતી.મુંજકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ભાવિશાબેન ઠુમરે  જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.