Abtak Media Google News
2047ના ભારતને ધ્યાનમાં રાખી સર્વ સમાવેશનું બજેટ બનાવવામાં આવ્યુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે: માંડવીયા

અબતક, રાજકોટ

2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે અમૃતકાળ બજેટ આપવામાં આવ્યું છે. જેમાં 2047ના ભારતને ધ્યાનમાં રાખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે. વિશ્ર્વના મિડીયાએ ભારતના બજેટને વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું છે. બજેટમાં સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકવામાં આવ્યો છે. ડેટાએ દેશની સં5તિ છે અને તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમ રાજકોટમાં કેન્દ્રીય બજેટ અંગે પત્રકારો સાથે વિચારગોષ્ઠી કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતને વિશ્ર્વમાં વધુ મજબૂત કરવા અને દેશમાં આ માટેનું વૈશ્ર્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દેશનો દરેક નાગરિક અને ઉદ્યોગ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિચારને સાર્થક કરી શકે અને દેશની વિકાસગાથામાં જોડાઇ શકે તેનો પાયો મજબૂત કરવા યોગ્ય આ બજેટ છે જેમાં આત્મનિર્ભર બનાવવા અને નિકાસ પ્રેરિત વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે.

વર્ષ-2022-23ના બજેટનું કદ વધીને 39.45 લાખ કરોડ નાણાંકીય ખાધ 6.9% થી ઘટાડીને 6.4% કરવી અને ભવિષ્યમાં 4% સુધી લાવવા કટિબદ્વ સરકારના પગલાંઓ સરાહનીય છે. ભારતનો વિકાસદર 9.27% રહેવાનું અનુમાન છે. હર ઘર, નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-2022-23માં ઘરે ઘરે નળથી 3.8 કરોડ ઘરોનેજળ મળશે.

વર્ષ-2022-23થી ઇ-પાસપોર્ટ જારી કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. જેથી ખાતાધારકોને તેમના જિલ્લા-ગામમાં જ બેન્કની સમકક્ષ સેવાઓ મળશે.

સહકારી મંડળીઓ પરનો અલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ 18%થી ઘટાડી 15% કરાયો તેમજ સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવ્યો જેનાથી સહકારી મંડળીઓનું રિઝર્વ વધશે જે સહકારી કાર્યોમાં ઉપયોગમાં આવશે અને સહકારી પ્રવૃતિઓમાં વધારો જોવાશે.

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. જેના પગલે વિદેશી કંપનીઓના તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક કંપનીઓને આર્બિટ્રેશન માટે સિંગાપુર જવાની જરૂર રહેશે નહીં અને “લોકલ ટુ ગ્લોબલ” નારો સાકાર કરવા તરફનું આ પગલું દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી ઊંચાઇઓ અપાવશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે.

ઇલેક્ટ્રિક વાહન શેરિંગ સ્ટેશન સેટ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રને સેવા અને બેટરી સ્વેપિંગ નીતી તરીકે બેટરી માટે ટકાઉ બિઝનેસ મોડલ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મોટા પાયે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે શહેરી વિસ્તારોમાં જગ્યાની અછતને ધ્યાનમાં રાખીને બેટરી સ્વેપિંગ પોલિસી લાવવામાં આવશે. આ ઉપરાંત બેટરી માટે આંતરસંચાલ ક્ષમતા ધોરણ પર કામ કરવામાં આવશે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટને એન્ટરપ્રાઇઝ અને હબના વિકાસ માટે નવા કાયદા સાથે બદલવામાં આવશે. તે હાલના ઔદ્યોગિક વિસ્તારોને આવરી લેશે અને નિકાસની સ્પર્ધાત્મકતા વધારશે.

પર્યાવરણની સુરક્ષા વધારવામાં આવશે નોર્થ ઇસ્ટમાં પીએમ ડિવાયન નામથી એક મોટી યોજનાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. સમયની માંગ છે કે હવે ખેતી પણ આધુનિક બને. ખેડૂતો પર બોજ ઘટે. દેશની ખેતી ટેકનોલોજી આધારિત અને કેમિકલ ફી બનાવવા મોટા નિર્ણય બજેટમાં લેવાયા છે. કિશાન ડ્રોન ખેડૂતોનો નવો સાથી બનશે. આ માટે ખેડૂતોને ખેતરમાં ડ્રોન અને અન્ય મશીનોની સુવિધા આપવામાં આવશે.

તરૂણ વયના લોકો રસીનો બીજો ડોઝ ઝડપથી લ્યે તે જરૂરી: મનસુખભાઇ માંડવિયા

આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ તરુણ વયના લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે જે આ તરુણોએ રસીનો પહેલો ડોઝન લીધો હોય તે ઝડપથી લિયે. તેઓએ જણાવ્યું હતું કે 15 થી 17 વર્ષની વયજૂથના તરુણોમાં 70 ટકા પ્રથમ ડોઝ આપવમાં આવ્યો છે. ત્યારે બીજા ડોઝની રસી લેવા માં જે ઝડપથી થવી જોઈએ તે જોવા મળી નથી પરિણામે આરોગ્ય મંત્રી દ્વારા તમામ તરૂણોને અપીલ પણ કરી હતી કે તેઓ તેમનો રસીનો બીજો ડોઝ લ્યે અને પોતાને  સુરક્ષિત કરે.  આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સૌથી મોટી વેકસીન ડ્રાઇવ તરફ આગળ વધી રહ્યું છે. બીજા ડોઝમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેમાં તજજ્ઞોનું માનવું છે કે ઘણા યુવાનોને ઓમીક્રોનનો પણ સામનો કરવો પડયો હોય પરિણામે તેઓ તેમનો બીજો સમયસર લઈ શક્યા નથી. યુવાનોને પણ વધુ સરળતા મળી રહે તે માટે સરકારે ડોર-ટુ-ડોર વેક્સિનેશન શરૂ કરવા માટે પણ તાકીદ કરી છે અને કામગીરીને ઝડપભેર આગળ ધપાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.