Abtak Media Google News

ભારત સરકારના રાષ્ટ્રીય કામઘેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા તેમના ફીલીપાઈન્સ પ્રવાસ દરમ્યાન વેગાન સીટીની યુનિમાં મેડીકલ માં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યોે હતો એકલા વેગાન સીટીમાં જ ભારત ભરનાં પ્રાંતોના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેડીકલમાં અભ્યાસ કરે છે. ઓછી ફી અને સારા શિક્ષણને કારણે અહી વિદ્યાર્થીઓ આકર્ષાય છે. ડો કથીરીયાએ તેમને પડતી ભોજન અને ભાષાની મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી હતી.વિદ્યાર્થીઓને પ્રોફેસરો અને ગર્વનર સાથે મુલાકાત કરાવી સહાનુભૂતિ પૂર્વક વ્યવહાર સાથે સહકારની અપીલ કરી હતી.

પંજાબી સમુદાય વિશાળ પ્રમાણમાં સ્થાયી થયો છે.આ આગેવાનો સાથે પણ તે માટે મુલાકાત કરી ફીલીપાઈન્સના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.ડો કથીરીયા અને સાથે આવેલ ભારતીય ડેલીગેશનના સભ્યો ઉમેશ અને સુમીત્રા યાજ્ઞીક,અશોક અને હિના શુકલ, ફીરદોશ, ડો.પવન અને કૃશાંગી શુકલ તેમજ મેડીકલના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી ગરબા રાસની મોજ માણી હતી.તેમને પોતાના પ્રવાસ દરમ્યાન હેરીટેજ સીટીની હેરીટેજ ગલી,ડાન્સીંગ ફાઉન્ટેઈન, વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી તથા મ્યુઝીયમ તથા ગવર્નર ઓફીસની મુલાકાત લીધી હતી. સાંસ્કુતિક મહોત્સવ દરમ્યાન આર્ટ, ફુડ,શિલ્પ, કલા,હેરીટેઝ, વસ્તુઓના પ્રદર્શન અને હાટની મુલાકાત લઈ, કારીગરો અને કલાકારોને પ્રોત્સાહીત કર્યા હતા.તેમણે  પ્રવાસ દરમિયાન કથીરીયા ભારત ફીલીપાઈન્સના આર્થિક,સામાજીક, સાંસ્કૃતિક અને રાજનૈતિક, સંબંધો વધુ મજબુત બનાવવા બાબતે વિગતે ચર્ચા કરી પરસ્પર વધુને વધુ આદાન -પ્રદાન કરવા અનુરોધ કર્યોે હતો.

સમગ્ર પ્રવાસ દરમ્યાન પૂરા રાજકીય માન-સન્માન સાથે ગવર્નર રાયન અને તેમની ટીમે આગમન અને દુરર્શીતા તથા સામાજીક, સેવાકીય અભિગમથી ખુબજ પ્રભાવીત થઈ વારંવાર ફીલીપાઈન્સની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.