Abtak Media Google News

વેપારીના પુત્રની સગાઈમાં ૪૦૦ થી ૫૦૦ વ્યક્તિઓએ રબડી આરોપી જેમાં ૧૫૦ને ફૂડ પોઈઝનીંગ થતા દામનગર, લાઠી, અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

દામનગરના ધામેલના પટેલ પરિવારના દીકરાનું  ભુરખિયા ખાતે વેવિશાળ ચાંદલા વિધિના જમણવારમાં ખૂબ મોટી સંખ્યામાં ફ્રુડપોઇનિંગ દામનગરના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પીડિતોને લઈ જવાયા.

એમ્બ્યુલઇન્સ સેવા ખૂટી પડી ખાનગી અને સંસ્થાઓની એમ્બ્યુલસો માટે પીડિતોની દોડાદોડી દામનગર સિવિલ ડો વાઢેર હોસ્પિટલ ડો. અખિલેશ મહાવીર લાઠી અમરેલી સહિતના દવાખાને પીડિતોને ખસેડાયા હતા ધામેલના પટેલ નર્મદા પેટ્રોલિયમના માલિક હીરા ઉદ્યોગકાર મુકેશભાઈ ડોંડાના પુત્રના વેવિશાળ નું ૫૦૦ વ્યક્તિઓનું જમણવાર ભુરખિયા મદિર ખાતે રાખ્યું હતું.

અને દૂધની બનાવટ રબડી ના કારણે ફ્રુડપોઈનિંગ થયું હોવા ની વિગત જાણવા મળેલ છે. ભુરખિયા ખાતે ચાંદલા વિધિમાં ૫૦૦ વ્યક્તિઓ બપોરે જમ્યા હતા તેને ઝેરી અસર બપોરના ત્રણ કલાક બાદ શરૂ થતા બપોર પછી  સાંજના ચાર થી છ વાગ્યા બાદ અસર વધતા ૧૫૦ થી વધુ ને વિવિધ હોસ્પિટલો માં સારવાર માટે લઈ જવા માં આવ્યા હતા.

અને આ સંખ્યા વધુ વધવાની શકયતા છે ૫૦૦થી વધુ વ્યક્તિઓમાં નાના મોટા સહિત રસોઈમાં કામ કરત કર્મચારી ઠામ વાસણ સાફ કરવાવાળા સહિતનાઓ ભોગ બન્યા છે. ધામેલના પટેલ ઉદ્યોગપતિ મુકેશભાઈ ડોંડા પરિવારમાં ભુરખિયા ખાતે પુત્રના ચાંદલા વિધિમાં પાંચોથી વધુ ની રસોઈમાં લાઠીની કોઈ ડેરીમાંથી રબડી લાવવામાં આવી હતી અને રબડીના કારણે ફ્રુડપોઇનિંગ થયું હોવા ની વિગત જાણવા મળી છે.

આ અંગેની ખબર લાઠી મામલતદારને પડતા રવિવાર હોવા છતાં ચાંવડ લાઠી સહિત ના આરોગ્ય તંત્ર અને એમ્બ્યુલન્સ સહિતને સજ્જ કરાયુ હતું અને આ અંગે લાઠી મામલતદાર  મણાત અને નાયબ મામલતદાર ડેર દ્વારા આરોગ્ય તંત્રને દોડતું કરી પીડિતોને ઝડપી સારવાર પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.