Abtak Media Google News

ચોટીલા સહિત સ્થળે બોમ્બ ધડાકા કરે તે પૂર્વે એટીએસએ બંનેની ધરપકડ કરી હતી: સોશિયલ મીડિયા મારફત આતંકી પ્રવૃતિ સાથે સંકળાયા’તા: રાજય સરકારની ભલામણથી કેન્દ્રના ગૃહ મંત્રાલયએ લીધો નિર્ણય

રાજકોટ સહિત રાજયભરમાં ખળભળાટ મચાવનાર શહેરના નહેરુનગર વિસ્તારમાંથી અને ભાવનગર શહેરમાંથી આતંકવાદી પ્રવૃતિ કરતી સંસ્થા આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે સગાભાઈને ફેબ્રુઆરીના અંતમાં એટીએસએ ઉપાડી લઈ પ્રાથમિક તપાસમાં રાજયનું સુપ્રસિઘ્ધ ધર્મસ્થાન ચોટીલા ચામુંડા માતાજી મંદિર ખાતે હુમલો કરવાની ફિરાકમાં હોવાનું ખુલ્યું હતું. તેમજ બંને ભાઈઓ પાસેથી કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા મળ્યા હતા. આ કેસના કાગળો રાજય સરકારે આતંકવાદી પ્રવૃતિ પર નજર રાખતી એન.આઇ.એન.ને સોંપ્યા બાદ તપાસ એન.આઈ.એ સંભાળી લઈ આગામી દિવસોમાં વધુ કાર્યવાહી હાથ ધરશે.

વધુ વિગત મુજબ અમદાવાદ એટીએસએ ગત તા.૨૬/૨/૧૭ના રોજ શહેરના નહેરુનગરમાં રહેતો વસીમ આરીફ રામોદીયા અને તેનો ભાઈ ભાવનગર ખાતે રહેતો નઈમને આતંકવાદી પ્રવૃતિ કરતા હોવાની શંકાએ બન્ને ભાઈઓને ઉઠાવી લીધા હતા. એટીએસની તપાસમાં બંન્ને ભાઈઓ રાજયના ચોટીલા સહિત ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ આતંકી હુમલો કરવાની અને લોકોમાં ભય ફેલાવવાનું ખુલ્યું હતું.

તેમજ બંને ભાઈઓના લેપટોપ અને બોમ્બ બનાવવાની માહિતી મળી આવી હતી તેમજ પાકિસ્તાની આતંકવાદી પ્રવૃતિ કરતી આઈએસઆઈ નામની સંસ્થાના સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત એ.ટી.એસ.ની પ્રાથમિક તપાસમાં ૨૦૧૫માં દિલ્હી પોલીસે આઈ.એસ.આઈ. આતંકવાદી પ્રવૃતિ કરતી સંસ્થા સાથે કનેકશન ધરાવતો મૌલાના અબ્દુલ સામી કાશમી નામના શખ્સની ધરપકડ કરી હતી. જેની તપાસમાં વસીમ રામોદીયા સંપર્કમાં રહેવાનું ખુલતા દિલ્હી પોલીસે ગુજરાત એટીએસને આ અંગે જાણ કરી હતી. બાદ ગુજરાતી એટીએસ વસીમ રામોદીયા અને નઈમ રામોદીયા પર એક વર્ષ સુધી હિલચાલ અને મોબાઈલ તથા સોશિયલ મીડિયામાં સાથે સંપર્કમાં તે અંગે વોંચ ગોઠવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.