Abtak Media Google News

INX મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટ લાવવામાં આવ્યો છે. જયાં CBIએ કાર્તિ ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. CBIએ તર્ક આપ્યો કે કાર્તિ અને અન્ય આરોપીઓને સામસામે બેસાડિને પૂછપરછ કરવાની છે અને તેથી તેમના રિમાન્ડ વધારવામાં આવે. તો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિ ચિદમ્બરમના CAની જામીન અરજી પરનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે, તેઓ 7 માર્ચ સુધી જેલમાં જ રહેશે.

કોર્ટ રૂમમાં પી.ચિદમ્બરમ પણ હાજર

કોર્ટમાં કાર્તિની માતા નલિની ચિદમ્બરમ અને પિતા પી. ચિદમ્બર પણ હાજર છે.સુનાવણી દરમિયાન કાર્તિના CAએ કહ્યું કે, “હજુ સુધી કોઈ જ પૈસાની લેવડદેવડનો ખ્યાલ નથી આવ્યો. શંકામાં માત્ર 10 લાખ રૂપિયાની જ રકમ છે. જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે મેં કોઈ સમન્સનો જવાબ નથી આપ્યો તે ખોટી વાત છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.