Abtak Media Google News

બુકિંગના પહેલા દિવસે જ એપલના ફ્લેગશિપ સ્માર્ટફોન Iphone –Xને જબરદસ્ત રિસ્પોસ મળી રહ્યો છે. આ ફોનનું બુકિંગ એપલે આજ બોપરે 12.31 વાગ્યાથી શરૂ કર્યું અને થોડી જ વારમાં સ્ટોક આઉટ થઈ ગયો. ફોનની બુકિંગ કરાવનાર યુઝર્સને ફોનની ડિલિવરી 3 નવેમ્બરે મળશે. આ ફોનને કંપનીએ 64 GB અને 256 GB એમ બે વેરિયન્તમાં લોન્ચ કર્યો છે. 64GBની કિમત 89 હજાર છે જ્યારે 256 GBવાળા ફોનની કિમત 1 લાખ રૂપિયા છે.

વોટર પ્રૂફ બોડી સાથે લોન્ચ કરવામાં આવેલો Iphone-Xમાં ફેસ આઇડી રિક્ગ્નિશન ફીચર આપવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ ચહેરાને પાસવર્ડ બનાવીને ફોનને અનલોક કરી શકશે. ફોનમાં 5.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.