Abtak Media Google News

દિલ્હી કેપિટલ્સે ૨.૨૦ કરોડમાં સ્ટીવ સ્મિથને ખરીદ્યો, આરોન ફિન્ચ અનસોલ્ડ; વિવોની આઇપીએલ સ્પોન્સર તરીકે વાપસી થઈ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે ૨.૨૦ કરોડમાં ખરીદ્યો છે, તેના માટે બેંગલોરે પણ બોલાવી લગાવી હતી, જોકે અંતે બાજી દિલ્હીએ મારી હતી

આરસીબીએ ૧૪.રપ કરોડમાં ગ્લેન મેક્સવેલને ખરીદ્યો: એલેક્સ હેલ્સ, જેસન રોય અને હનુમા વિહારી અનસોલ્ડ

ઈન્ડિયન પ્રીમીયર લીગની ૧૪મી સીઝન માટે ૨૯૨ ખેલાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા છે. તમામ ફ્રેન્ચાઈઝીની નજર ઓસ્ટ્રેલીયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ન્યુઝીલેન્ડના કાયીલ જેમીશન ઉપર રહેશે. તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં વધુમાં વધુ ૨૫ અને ઓછામાં ઓછા ૧૮ ખેલાડી રાખી શકે છે. કોઈપણ ટીમમાં વધુમાં વધુ ૮ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. હાલની સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પાસે સૌથી ઓછા ૧૪ ખેલાડી અને સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ ૨૨ ખેલાડીઓ છે. એટલે કે હરરાજીમાં આરસીબીએ ઓછામાં ઓછા ૪ ખેલાડીઓ ખરીદવા પડશે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ વધુમાં વધુ ૩ ખેલાડીઓ ખરીદી શકે છે.

વર્ષ ૨૦૨૧ આઈપીએલ માટે મીની ઓકશનમાં રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ફ્રેન્ચાઈઝી પોતાના જુના ખેલાડીઓને હરરાજીમાં પરત પ્રાપ્ત કરી શકે છે. તેના માટે તેમણે હરરાજીમાં ખેલાડી પર લાગેલી સૌથી વધુ બોલી જેટલી કિંમત ચૂકવવી પડશે. કેટલીક ફ્રેન્ચાઈઝીમાં વધુમાં પ્રમાણમાં ફેરફાર થશે નહીં. સ્ટાર ખેલાડીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત રહેશે. સ્ટીવ સ્મીથ, ડેવીડ મલાન જેવા ખેલાડીઓ માટે હોડ જામી હતી.

ભારતીય યુવા વિકેટ કિપર બેટ્સમેન મોહમદ અઝરૂદ્દીને તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ઈતિહાસની સૌથી ઝડપી ૩૭ બોલમાં સદી ફટકારી હતી.  કેરળના આ બેટ્સમેને ૫ મેંચમાં ૧૯૫ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. કેરીયરની ટી-૨૦ની સરેરાશમાં ૪૯૧ રન બનાવી ચૂક્યો છે. આજની મીની હરરાજીમાં આ ખેલાડી ઉપર પણ ફ્રેન્ચાઈઝીનું ધ્યાન હતું.

આઇપીએલ ૨૦૨૧ ને લઇને ઓકશન યોજાયુ છે. આ માટે ચેન્નાઇમાં આઇપીએલને લઇને તમામ ફેન્ચાઇઝીઓ પોતાની શ્રેષ્ઠ ટીમ રચવા માટેનો પ્રયાસોની પૂર્વ તૈયારીઓમાં મંથન કર્યું હતું. ક્રિકેટ બોર્ડે એ ૨૯૨ ખેલાડીઓની લીસ્ટ યાદી જાહેર કર્યા બાદ સ્પષ્ટ થઇ ચુક્યુ હતું કે, કેટલા અને કયા વિદેશી અને ઘરેલુ ખેલાડીઓ હરાજી યાદીમાં સામેલ રહેશે. ઓકશન પહેલા એ વિદેશી ખેલાડીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. જે પ્રથમ વાર જ આઇપીએલમાં રમતા જોવા મળી શકે છે તેવી ધારણા હતી. આવા ખેલાડીઓ પર આ વખતની સિઝન માટે લખલૂટ પૈસા વરસ્યા હતા. જે ખેલાડીઓએ ક્રિકેટમાં અલગ અલગ લીગમાં પોતાના પ્રદર્શન થી ખૂબ નામ કમાયુ છે.

ડેવિડ મલાન(ઇંગ્લેંડ)ના ૩૩ વર્ષિય આ ખેલાડીએ ૨૦૧૭માં ઇંગ્લેંડ માટે ઝ૨૦ માં ડેબ્યુ કર્યુ હતુ. પરંતું ઇંગ્લેંડની ટી૨૦ ટીમમાં એક થી એક ચઢીયાતા ખેલાડીઓ હોવાને બહાને તેને લગાતાર મોકો મળી નથી રહ્યો. ટીમમાં મોકો નહી મળતા મલાન એ અલગ અલગ લીગમાં રમીને એટલા બધા રન બનાવ્યા કે, ઇંગ્લેંડ ની ટીમ તેને વધારે નજર અંદાજ ના કરી શકી. હવે સ્થિતી એ છે કે, જો રુટ જેવા દિગ્ગજ બેટ્સમેનને મલાનની હાજરીને લઇને ટી૨૦ ટીમમાં સ્થાન નથી મળી રહ્યુ. મલાને ૧૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૩.૪૪ ની સરેરાશ થી ૮૫૫ રન બનાવ્યા છે. વર્તમાનમાં આઇસીસી ટી૨૦ રેન્કીંગમાં ડેવિડ મલાન પ્રથમ સ્થાન પર છે.

માર્નસ લાબુશેન(ઓસ્ટ્રેલીયા) ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવનારા આ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડીને ટી૨૦ માં ઓછો આંકવો એ પણ ભુલ છે. લાબુશેન હાલમાં ઓસ્ટ્રેલીયામાં રમાયેલી બિગબેશ લીગમાં દમદાર પ્રદર્શન કર્યુ હતુ. ૨૬ વર્ષીય આ ખેલાડીએ છ મેચમાં જ ૧૭૬ રન બનાવ્યા હતા. બેટીંગની સાથે સાથે લાબુશેને લેગ સ્પિનથી પણ મેચના પાસાને પલટી શકે છે. જે છ મેચોમાં તેણે ૧૦ વિકેટ પણ ઝડપી હતી. લાબુશેન એ પોતાની બેઝ પ્રાઇઝ એક કરોડ રુપિયા રાખી હતી.

ઝાય રિચર્ડસન(ઓસ્ટ્રેલીયા) આઇપીએલ ઓકશનમાં આ વખતે ઘણીબઘી ટીમો એક ઝડપી ફાસ્ટ બોલર ઇચ્છી રહી હતી. આ કારણથી જોવામા આવે તો ૨૪ વર્ષનો ઓસ્ટ્રેલીયન બોલર ઝાય રિચાર્ડસન નુ નામ ઓકશનમાં ગુંજે તેવી શકયતા હતી. રિચર્ડસન એ પર્થ સ્કોચર્સ ની ટીમ તરફ થી રમતા બિગબેશ લીગમાં ચાલુ વર્ષે સૌથી વધુ ૨૯ વિકેટ ઝડપી છે. ન્યુઝીલેન્ડની સામે રમાનારી ઝ૨૦ સિરીઝ માટે પણ તેનુ નામ ઓસ્ટ્રેલીયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યુ છે. ઓકશનમાં તેના નામ પર પણ મોટી બોલી બોલાઇ શકે તે વાત ચર્ચાતી હતી. રિચર્ડસન એ પોતાની બેઝ પ્રાઇઝ દોઢ કરોડ રુપિયા રાખી હતી. રહમનુલ્લાહ ગુરબાઝ઼(અફઘાનિસ્તાન) રાશિદ ખાન, મહંમદ નબી અને મુજીબ ઉર રહેમાન બાદ હવે વધુ એક અફઘાની નામ સામે આવ્યુ હતું. જે આઇપીએલ માં ધૂમ મચાવવા માટે જાણે કે બેકરાર છે. ૧૯ વર્ષનો આ આક્રમક બેટ્સમેન યુએઇમા રમાયેલી ઝ૧૦ લીગમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. ગુરબાઝ઼ એ ૧૭૭ ની સ્ટ્રાઇક રેટ થી ૧૭૭ રન બનાવ્યા હતા. અફઘાનીસ્તાન તરફ થી રમતા આ યુવા બેટ્સમેન એ ૧૦ ટી૨૦ મેચમાં ૩૩ રની સરેરાશ તી ૩૩૨ રન બનાવ્યા છે. જેમ્સ વિંસ(ઇંગ્લેંડ) ઇંગ્લેંડનો આ સ્ટાઇલીશ બેટ્સમેન પોતાના દમ પર સિડની સિક્સર્સને આ વખતની ફાઇનલ મેચ બીબીએલ માં જીતાડી બતાવી હતી. બિગબેશ લીગ ફાઇનલમાં વિંસ એ ૬૦ બોલમાં ૯૫ રનની શાનદાર રમત રમી હતી. વિંસ આ વખતની સિઝનમાં કમાલના ફોર્મમાં જોવા મળ્યો હતો. બીબીએલ૧૦ માં વિંસ એ ૧૪૩.૫૮ ના સ્ટ્રાઇક રેટ સાથે ૫૩૭ રન બનાવ્યા હતા. આ કમાલના સ્ટેટસને કોઇ પણ આઇપીએલ ટીમ નજર અંદાજ કરી શકે નહી તે વાત પાક્કી હતી.

Screenshot 1 21

વિવોની આઇપીએલ સ્પોન્સર તરીકે વાપસી

મોબાઇલ કંપની વીવોની આઇપીએલ ટાઇટલ સ્પોન્સર તરીકે વાપસી થઈ છે, તે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને ૪૪૦ કરોડ ચૂકવે છે.કંપની સાથે આઇપીએલનો ૫ વર્ષનો કરાર ૨૦૨૨માં સમાપ્ત થવાનો હતો. જોકે, ૬ મહિના પહેલા ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે વિવો અને બોર્ડનો કોન્ટ્રાકટ એક વર્ષ માટે સસ્પેન્ડ થયો હતો.

ખેલાડીની અનબેઈઝ પ્રાઈઝ

અનકેપ્ડ ખેલાડીઓ માટે હવે ૨૦,૩૦ અને ૪૦ લાખની બેઈઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી. જ્યારે કેપ્ડ ખેલાડીઓને ૫ અલગ અલગ બેઈઝ પ્રાઈઝ ૫૦ લાખ, ૭૫ લાખ, ૧ કરોડ અને ૧.૫ કરોડ તેમજ ૨ કરોડ રાખવામાં આવ્યા હતા. કેપ્ડ ખેલાડીઓ એટલે જે પોતાને દેશ માટે ટેસ્ટ, વન-ડે, ટી-૨૦માંથી કોઈપણ એક ઈન્ટરનેશન ફોર્મેટમાં રમી રહ્યાં છે.

Screenshot 2 10

૬૧ ખેલાડીઓ માટે હરરાજી થઈ

આજે ખેલાડીઓ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા સમાપ્ત થઈ ચૂક્યા બાદ ભારતના ૮૧૪ અને ૨૮૩ વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યાના આંકડા બહાર આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલીયા, દ.આફ્રિકા જેવા દેશના ખેલાડીઓની બોલબાલા જોવા મળી છે. ઓકશનમાં કુલ ૬૧ ખેલાડીઓ વેંચાયા હતા. જે માટે ૮ ફ્રેન્ચાઈઝી પાસે રૂા.૧૯૬ કરોડનું બજેટ હતું. ૮ ફ્રેન્ચાઈઝીએ ૧૩૯ ખેલાડીઓને રિટેન કર્યા હતા જ્યારે ૫૭ ખેલાડીઓને રીલીઝ કર્યા હતા.

૧૩ વાર રિજેક્ટ થયા બાદ ૧૪મી વાર નસીબ આજમાવતો ખેલાડી

બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમનું નામ પણ છેલ્લી ઘડીમાં ખેલાડીઓની હરાજીની યાદીમાં જોડાઈ ગયું હતું. મુશફિકુરનો બેઝ પ્રાઈસ ૧ કરોડ રાખવામાં આવ્યો હતો. આ પહેલા ૧૩ વાર રિજેક્ટ થયા બાદ આ ૧૪મી વાર નસીબ અજમાવવામાં આવ્યું હતું.

હરરાજી પહેલા ઈંગ્લેન્ડના માર્ક વુડે નામ પરત ખેંચ્યું

Mark Wood

આઈપીએલ ૨૦૨૧ માટે આજે ચેન્નઈમાં ખેલાડીઓની નીલામી થઈ હતી. અલબત આ પહેલા ફ્રેન્ચાઈઝીઓને એક મોટો ઝટકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડે નિલામીમાંથી  પોતાનું નામ પરત ખેંચ્યું હતું. વુડ વર્તમાન સમયે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માગે છે. માટે તેણે આઈપીએલમાં રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કર્યું છે. ચાલુ વર્ષે માર્ક વુડનું બેઈઝ પ્રાઈઝ રૂા.૨ કરોડ રાખવામાં આવ્યું હતું.

કાઈલ જેમીશન: બેઝ પ્રાઈઝ રૂ.૭૫ લાખ

Kyle Jamieson

ન્યુઝીલેન્ડનો આ ઓલ રાઉન્ડર અત્યાર સુધીમાં એક પણ આઈપીએલ મેચ રમ્યો નથી. તેની બેઈઝ પ્રાઈઝ રૂા.૭૫ લાખ રાખવામાં આવી છે. જેમીશન ૧૪૦ની ઝડપે બોલીંગ તેમજ શાનદાર બેટીંગ પણ કરી શકે છે.

Screenshot 2 10

ગ્લેન મેક્સવેલ: બેઝ પ્રાઈઝ રૂ.૨ કરોડ

કિંગ્સ ઈલેવન પંજાબના પ્લેયર રહેલા મેક્સવેલની કિંમત ગત સીઝનમાં ૧૦.૭૫ કરોડ રૂપિયા હતી. તેણે સીઝનની ૧૧ મેચમાં ૧૩ થી ૧૪ની એવરેજથી ૧૪૫ રન બનાવ્યા હતા. જો કે, બિગબેસ્ટ લીગમાં તેણે સારી બેટીંગ કરી હતી. હાલની સીઝનમાં તેણે ૩૭૯ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં ૮૨ આઈપીએલની મેચની અંદર તેણે ૧૫૦૫ રન કર્યા છે અને ૧૯ વિકેટ ઝડપથી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.