Abtak Media Google News

દિલ્હી ડેયરડેવિલ્સનો વધુ એક વખત પરાજય થયો છે. દિલ્હીને પોતાના ઘરેલુ મેદાન પર અંતિમ બોલ પર જીત માટે 5 રનની જરૂર હતી. દિલ્હીના બેટ્સમેન શ્રેયસે સિકસર મારવાનો પ્રયત્ન કર્યો પણ એરોન ફિંચે તેનો કેચ પકડી લીધો. આ સાથે કિંગ્સ ઇલેવન પંજાબે એક રોમાંચક મેચમાં 4 રને જીત મેળવી લીધી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબના બોલર અંકિત રાજપૂતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે દિલ્હીની 23 રન આપી બે મહત્વની વિકેટ ઝડપી હતી. આ સાથેદિલ્હીની 6 મેચમાં 5મી મેચ તથા સતત ત્રીજી મેચમાં હાર થઇ છે જ્યારે પંજાબે સતત ચોથી જીત મેળવી છે.

6 મેચમાં 5માં જીત સાથે પંજાબ પોઇન્ટ ટેબલ પર પહેલા નંબરે આવી ગયું છે. 144 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા. મુજીબ ઉર રહેમાને અંતિમ બોલ પર અય્યરની વિકેટ ઝડપી પંજાબને જીત અપાવી હતી.

દિલ્હીના બોલરની શાનદાર બોલિંગ આક્રમણ સામે પંજાબના બેટસમેનો નિષ્ફળ રહ્યાં હતા. દિલ્હીએ પંજાબને 20 ઓવરમાં 143 રન પર રોકી દીધુ હતુ. અંતિમ ઓવરમાં પંજાબની બે વિકેટ પડી હતી. યુવરાજસિંહ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને તેણે માત્ર 14 રન બનાવ્યા હતા. દિલ્હીએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.