Abtak Media Google News

કેફિન ટેકનોલોજીસ લિમિટેડના ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.347 થી રૂ.366 નક્કી થઈ, ફેસ વેલ્યુ રૂ. 10

કેફિન ટેકનોલોજીસ લિમિટેડ (કેફિનટેક અથવા કંપની)નો ઇક્વિટી શેરના વેચાણ માટે આઇપીઓ 19 ડિસેમ્બર, 2022ને સોમવારે ખુલશે. આઇપીઓમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે. ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કુલ રૂ.15,000 મિલિયનની છે. આઇપીઓ 21 ડિસેમ્બર, 2022ને બુધવારે બંધ થશે.

Advertisement

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વટી શેરદીઠ રૂ.347 થી રૂ.366 નક્કી થઈ છે. બિડ લઘુતમ 40 ઇક્વિટી શેર માટે અને પછી 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આ ઓફર જઊઇઈં ઈંઈઉછ નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે અને સેબી નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જે અંતર્ગત ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, અમારી કંપનીઅને પ્રમોટર વિક્રેતા શેરધારક બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવી શકે છે.

નેટ ક્યુઆઇબી હિસ્સો તમામ ક્યુઆઇબી બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર બાકીના ક્યુઆઇબી પોર્શનમાં સપ્રમાણ આધારે ઉમેરવામાં આવશે.

ઉપરાંત ઓફરનો 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાંથી (એ) આ પ્રકારના પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો રૂ.200,000 થી વધારે અને રૂ.1,000,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે; અને (બી) બે-તૃતિયાંશ હિસ્સો રૂ.1,000,000થી વધારે બિડ સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, જેમાં શરત એ છે કે, આ પ્રકારની પેટા-કેટેગરીઓમાં અનસબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીઓમાં ફાળવી શકાશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે તથા નેટ ઓફરનો 10 ટકાથી વધારે હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ –  આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.