ઇરાની કપ: રાજકોટમાં કાલથી સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે જંગ

ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, યશ ધુલ, યશસ્વી જયસ્વાલ, ઉમરાન મલીક જેવા સ્ટાર ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર: પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી અપાશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે 2019/20ની રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે આવતીકાલથી પાંચ દિવસીય ઇરાની ટ્રોફીનો જંગ જામશે. ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ, શેલ્ડન જેક્શન, ચિરાગ જાની, ચેતન સાકરિયા, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, યશ ધુલ, યશસ્વી જયસ્વાલ, ઉમરાન મલીક સહિતના સ્ટાર ક્રિકેટરો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આજે બન્ને ટીમોએ આકરી નેટ પ્રેક્ટીસ કરી હતી. પ્રેક્ષકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

39 વર્ષ બાદ રાજકોટ ઇરાની ટ્રોફીની યજમાની કરી રહ્યું છે. આવતીકાલથી સતત સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે પાંચ દિવસીય જંગ જામશે. આજે બન્ને ટીમોએ એકાબીજાને ભરી પીવા માટે આકરી નેટ પ્રેક્ટીસ કરી હતી. સૌરાષ્ટ્રની ટીમ સુકાની જયદેવ ઉનડકટના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ટીમમાં ટીમ ઇન્ડિયાની દિવાલ ચેતેશ્ર્વર પુજારા ઉપરાંત શેલ્ડન જેક્શન, અર્પીત વસાવડા, ચિરાગ જાની, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, ચેતન સાકરિયા, સ્નેલ પટેલ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, કુશંગ પટેલ, હાર્વીક દેસાઇ, સમર્થ વ્યાસ, પાર્થ ભૂત, કિશન પરમારનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે.

જ્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ હનુમા વિહારીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ટીમમાં ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ અશ્ર્વારન, યશ ધુલ, સરફરાજ ખાન, યશસ્વી જયસ્વાલ, કે.એસ.ભારત, ઉ5ેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, આર.સોય કિશોર, મુકેશ કુમાર, ઉમરાન મલીક, કુલદીપ સેન અને અર્ગન નાગવાસવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 9:30 કલાકથી મેચનો આરંભ થશે. પ્રેક્ષકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.