Abtak Media Google News

સમાજના નાના માણસથી માંડીને ઉઘોગપતિ સુધીના એક પ્લેટફોર્મ પર માણશે નવરાત્રિ સમથળ ગ્રાઉન્ડ, ડબલ કારપેટ, ઇન્ટરપાકીંગ, ટાઇટ સિકયોરીટી સહિતની તૈયારીઓ પૂર્ણ

રાજકોટ શહેરમાં સેક્ધડ 1પ9 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ વિશાળ મેદાનમાં કલબ યુવી દ્વારા સતત 14 માં વર્ષ નવરાત્રી મહોત્સવ યોજાશે. તા. ર6-9 થી 4-10 દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષ્ીત અને ભક્તિસભર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ તા. રપ ને રવિવારના રોજ વેલકમ નવરાત્રી  દ્વારા કરવામાં આવશે. વેલકમ નવરાત્રીમાં પાટીદારોની રપ સંસ્થાઓ ના ટ્રસ્ટીઓ, હોદેદારો, સભ્યો ના પિરવારો દ્વારા સંપૂર્ણ પારીવારીક માહોલમાં રાસોત્સવનો આનંદ માણશે. કલબ યુવી નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે.

રાજકોટના સેક્ધડ 1પ0 ફુટ રીંગ રોડ પર કલબ યુવી દ્વારા યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. કલબ યુવી દ્વારા સતત 14ં વર્ષ અનેરૂ આયોજન થઈ રહયુ છે. ત્યારે નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા. રપ સપ્ટેમ્બરના રાત્રે 7:39 કલાકે વેલકમ નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આયોજક કલબ યુવી સાથે રાજકોટમાં ચાલતી વિવિધ કડવા પાટીદાર સમાજની ંસ્થાઓના હોદેદારો ટ્રસ્ટીમંડળ કારોબારી સભ્યો ના પિરવારો જોડાશે. અને પારીવારીક માહોલ વચ્ચે રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્ડમાં મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. સમગ્ર વર્ષ્ દરમ્યાન મેટોડા ખાતે એન્જલ પંપ દ્વારા મા ઉમિયાની ભવ્ય દિવ્ય મૂર્તીની પૂજા થાય છે જયાથી વાજતે ગાજતે પ1 કાર અને 1પ1 બાઈક સાથે કલબ યુવીની ટીમ તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ મા ઉમિયાની મૂર્તીને નવરાત્રી મહોત્સવમાં સ્થાપન કરશે. નવરાત્રી દરમ્યાન માતાજીના દરરોજ જુદા જુદા શણગાર થશે. તેમ મંદિર સમિતિના વિનુભાઈ મણવરે જણાવ્યુ છે.

સાંસ્કૃતીક કલબ કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયાની આરધના કરવાની સાથોસાથ રાજકોટની તમામ સંસ્થાઓ એક મંચ પર એકત્ર થઈ નવરાત્રી મહોત્સવ પૂર્વે વેલકમ નવરાત્રીની ઉજવણી કરે તેવું આયોજન થયું છે.. સેક્ધડ 1પ0 ફુટ રીંગ રોડ પર સમગ્ર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય ગયો છે. ત્યારે રપ જેટલી વિવિધ સમીતીઓ બનાવી કલબ યુવી ની 108 ની ટીમે વિવિધ તૈયારીઓને પરીપુર્ણ કરી છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રી દ્વારા વિશાળ ગ્રાઉન્ડમાં વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ હોદેદારો થી માંડીને સામાન્ય કાર્યકર સમાજના નાનામાં નાના માણસ એક મંચ પર એક પ્લેટફોર્મ પર પરીવાર સાથે નવરાત્રી મહોત્સવનો આનંદ માણી શકે તેવું આયોજન કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, ક્ધવીનર કાંતીભાઈ ધેટીયા, ડાયરેકટરો એમ઼એમ઼પટેલ, શૈલેષ માકડીયા,  જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, ના માર્ગદર્શન હેઠળ  108 ની ટીમ દ્વારા કરવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.