Abtak Media Google News

આઈઆરસીટીસીનો શેર ખરીદવા રોકાણકારોની ૩૨૦ રૂપિયા પ્રતિ શેર ખરીદવાની મળી ઓફર: રોકાણકારોને સરકારી આઇપીઓમાં ભરોસો જાગ્યો

ઈન્ડિયન રેલવે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અપેક્ષા કરતા અધધધ ૧૧૨ ગણો છલકાયો છે. ૬૪૫ કરોડનાં આઈપીઓની સામે ૨૨૫ કરોડનાં શેરોની ડીલ કરવામાં આવી હતી. ઈન્સ્ટીટયુશનલ બાયરોએ ૧૦૮ ગણુ આઈપીઓને સબસ્ક્રાઈબ કર્યું હતું. જયારે નોન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરોએ ૩૫૪ ગણા આઈપીઓને સબસ્ક્રાઈબ કરવામાં આવ્યા છે જેની સામે રીટેઈલ રોકાણકારોએ ૧૪.૬૫ ટકા આઈપીઓને સબસ્ક્રાઈબ કર્યા છે તેવું મર્ચન્ટ બેકિંગ સોર્સે જણાવ્યું હતું.

કોઈપણ પ્રાઈવેટ કંપનીની સામે હર વખત સરકારી આઈપીઓમાં રોકાણકારોને રસ ખુબ જ ઓછો જોવા મળતો હોય છે પરંતુ ઈન્ડિયન રેલ્વેનાં આઈઆરસીટીસીનાં આઈપીઓને જબ્બર પ્રતિસાદ મળ્યો છે એ વાત સ્પષ્ટ થાય છે કે, લોકોને સરકારી આઈપીઓમાં પણ અતિ ભરોસો અને વિશ્ર્વાસ રહેવા પામ્યો છે ત્યારે આઈઆરસીટીસીનાં આઈપીઓને ૬૪૫ કરોડ રૂપિયાની આશા હતી પરંતુ લોકોનાં અને રોકાણકારોનાં ભરોસાનાં પગલે આઈપીઓમાં ૭૨ હજાર કરોડ રૂપિયા રોકાણકારોએ રોકયા છે જે ૧૧૨ ગણા વધુ હોવાનું સામે આવ્યું છે. આઈઆરટીસી દ્વારા જે આઈપીઓ અમલી બનાવાયો છે તેમાં હોલી ડે પેકેજ ધાર્મિક ટુર સહિતનાં અનેકવિધ મુદાઓ આઈપીઓમાં રાખવામાં આવ્યા છે. જેમાં પ્રતિ શેરનો ભાવ ૩૧૫થી ૩૨૦ રાખવામાં આવ્યો છે અને ૨.૨ કરોડ રૂપિયાનું વેચાણનો નિર્ધાર કરવામાં આવ્યો છે. રોકાણકારોએ આઈઆરસીટીસી કંપનીનાં ૨૨૫ કરોડનાં શેરોમાં રોકાણ કર્યું હતું જેનાં માટે કંપનીએ માત્ર ૨.૨ કરોડ શેરોની જ ઓફર મુકી હતી.  આઈઆરસીટીસીને રેલ મંત્રાલય દ્વારા અધિકૃત કરવામાં આવ્યું છે અને ઓનલાઈન રેલવે ટીકીટ, કેટરીંગ સર્વિસ સહિતની સેવાઓ ઓનલાઈન આપવા માટે પણ પરવાનગી આપી હોવાનું સામે આવ્યું છે. આઈઆરસીટીસી દ્વારા જે આઈપીઓ બહાર પાડવામાં આવ્યો છે તેનાં પ્રતિ શેરનો ભાવ ૩૧૫ થી ૩૨૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

હાલ આઈઆરસીટીસીનાં આઈપીઓની ઓફર યશ સિકયોરીટી, એસબીઆઈ કેપીટલ માર્કેટ, આઈડીબીઆઈ કેપીટલ માર્કેટ એન્ડ સિકયોરીટી દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહી છે. ઘણા સમયથી રોકાણકારો સરકારી આઇપીઓમાં રોકાણ કરવા માટે જે ભરોસો હોવો જોઇએ તે રહેતો નહતો પરંતુ આઇઆરસીટીસી દ્વારા જે આઇપીઓ બહાર પાડવામાં આવ્યો છે તેમાં રોકાણકારોએ જે ભરોસો દાખવ્યો છે તે અકલ્પનીય માનવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.