Abtak Media Google News

’5G’ને ઓળખવામાં ‘બાપુજી’ ઉણા ઉતર્યા?

કલમ ૩૭૦, જીએસટીની અમલવારી, રામમંદિર માટે લડત સહિતના મુદ્દામાં ૫૬ની છાતીવાળા મોદી ફરીથી ઇતિહાસ દોહરાવશે?

ભારતીય અર્થતંત્રમાં સ્લોડાઉનની દહેશત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વ્યકત કરી ચૂકી છે. આ સ્લોડાઉની બચવા માટે સરકાર અર્થતંત્રમાં વધુને વધુ વિદેશી રોકાણ ઠાલવવાના પ્રયાસ કરે છે. આવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રને ધબકતું રાખવા વિદેશી મુડી રોકાણ જ એકમાત્ર ઉપાય છે ? તેવા પ્રશ્ર્નો ઠેર-ઠેરી ઉઠી રહ્યાં છે. વિદેશી ભંડોળ ભારતમાં ખેંચવાના સ્થાને સ્થાનિક કક્ષાની કંપનીઓને જ પીઠબળ આપી ઉભી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ સરકાર પાસે છે. પરંતુ સરકાર વિદેશી રોકાણને શા માટે વધુ પ્રોત્સાહન આપે છે તે ચર્ચાનો વિષય બન્યું છે. હાલ ટેલીકોમ કંપનીઓ માટે ૫-જીની લડાઈ આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતીય ટેલીકોમ કંપનીઓ ૫-જી કનેકશન માટે ટૂંકી પડી રહી છે. જ્યારે હ્યુવાઈ, નોકીયા અને ઈરેકશન જેવી મસમોટી કંપનીઓ ભારતમાં ૫-જીના સ્પેકટ્રમ લઈ જાય તેવી વકી છે. ટેલીકોમ સેકટરની જેમ જ અન્ય સેકટરમાં પણ ઘરના ઘંટી ચાટે…. જેવો ઘાટ સર્જાયો છે.

મોદી સરકાર કલમ ૩૭૦, જીએસટીની અમલવારી, રામ મંદિર માટેની લડત સહિતના મુદ્દે છપ્પનની છાતી દેખાડી ચૂકી છે. આવી જ રીતે વિદેશી મુડી રોકાણના સ્થાને લોકલ કંપનીઓને વધુ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડવામાં મોદી સરકાર છપ્પનની છાતીનો પરચો કરાવશે કે કેમ ? તે પણ ચર્ચાનો વિષય છે. વર્તમાન સમયમાં ભારતીય ટેલીકોમ સેકટરની સાથોસાથ ઉડ્ડયન ક્ષેત્ર પણ મુશ્કેલ પરિસ્થિતિમાથી પસાર થઈ રહ્યું છે. ટેલીકોમ ક્ષેત્રની સ્થાનિક કંપનીઓ એરટેલ, આઈડીયાને ભારે નુકશાન સહન કરવાનો સમય આવ્યો છે. ૩-જી બાદ ૪-જી કનેક્ટિવીટી ભારતમાં પ્રચલીત બની છે ત્યારે વિશ્ર્વની જેમ ભારતમાં ૫-જી ટેકનોલોજીનો ઉદ્ભવ થાય તે માટે સરકારે કમરકસી છે. જો કે, ૫-જી ટેકનોલોજી મેળવવામાં ભારતીય કંપનીઓનો પન્નો ટૂકો પડે તેવી ધારણા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા સ્પેકટ્રમ ફાળવણી મુદ્દે થોડા સમય પહેલા સર્વિસ ઓપરેટરો સામે આંખ લાલ કરવામાં આવી હતી. જે કંપનીઓએ સ્પેકટ્રમના નાણા ભરવામાં નિષ્ફળ નિવડી હતી તેમની પાસેથી સ્પેકટ્રમ પરત લેવાની તૈયારી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ભારતીય બજારમાં ૧૦ જેટલી ખાનગી ટેલીકોમ કંપનીઓ હતી. જેમાંથી હવે માત્ર ત્રણ બચી છે. સુનિલ મિતલની ભારતી એરટેલ, આદિત્ય બિરલા અને વોડાફોન ગ્રુપની વોડાફોન જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ વચ્ચે હરિફાઈ જામી છે. બજારમાં જીઓની એન્ટ્રી થતાંની સાથે જ કેસ ફલો ઘટયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. નાણાકીય વર્ષ ૨૦૧૫ બાદ ટેલીકોમ કંપનીઓની માઠી શરૂ થઈ હતી. કંપનીઓની ખોટ ૭.૬૪ લાખ કરોડે પહોંચી ગઈ હતી. આ સ્થિતિમાં લો કવોલીટી નેટવર્કના કારણે ગ્રાહકોનો અસંતોષ વધ્યો હતો.

7537D2F3 5

સાઉ કોરીયાએ તેની રાજધાની સીઓલમાં ૫-જી પ્રોજેકટ શરૂ કરી દીધો છે. જ્યારે ભારતમાં તો પરિસ્થિતી કંઈક અલગ જ જોવા મળે છે. આગામી વર્ષમાં ૫-જીના વધારાના સ્પેકટ્રમની હરરાજી થશે તેવું યુનિયન ટેલીકોમ્યુનિકેશન મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવાનું છે. જો કે વર્તમાન સમય ૫-જીના લોન્ચીંગ માટે સૌથી કપરો સમય બની શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હાલ વિશ્ર્વમાં ૫-જી કનેકશનની ક્ષમતા ધરાવતા હોય તેવા સેલફોન હ્યુવાઈ, નોકિયા અને ઈરેકશન જેવી કંપનીઓ જ બનાવે છે. બીજી તરફ ૪-જીનો ઉપયોગ થયો છે ત્યારે ૫-જીમાં ગ્રાહકોને કનવર્ટ કરવામાં મુશ્કેલી પડશે.

Screenshot 1

ટેલીકોમ સેકટરની જેવી જ હાલત અન્ય ક્ષેત્રોની પણ છે. માર્કેટ ખરેખર સુસ્ત છે. સ્લોડાઉનની પરિસ્થિતીમાં માત્ર ટેલીકોમ ક્ષેત્ર જ નહીં પરંતુ ઉડ્ડયન, ઓઈલ, ખાણ ખનીજ સહિતના ક્ષેત્રોમાં પણ ભારે સુસ્તી જોવા મળે છે. જેના કારણે સમગ્ર માર્કેટને અસર પહોંચી છે. મોદી સરકાર અનેક સ્તરે માર્કેટને સમજવામાં ભુલ ખાઈ ગઈ હોવાનું જણાય આવે છે. તાજેતરમાં સરકારે વિવિધ પ્રોત્સાહનો તો જાહેર કર્યા છે પરંતુ તે બજાર અને સમય સાથે તાલમેલ ધરાવતા નથી. પરિણામે સરકારના પ્રોત્સાહનો ર્વ્યથ જાય તેવી દહેશત ઉઠવા પામી છે. ભારતીય બજારમાં માત્ર વિદેશી મુડી રોકાણ જ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓ પણ પોતાના પગભર થાય તે ખાસ જરૂરી છે. જો કે, મોદી સરકારની નીતિ માત્ર વિદેશી મુડી રોકાણને જ પ્રોત્સાહન આપવાની હોય તેવું છેલ્લા થોડાઘણા નિર્ણયથી ફલીત થઈ રહ્યું છે. પરિણામે ભારતીય બજારમાં તરલતા લાવવાના સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડી રહ્યાં છે.

ભારતીય માર્કેટ માત્ર વિદેશી મુડી રોકાણી જ સમૃધ્ધ બનશે તેવું સરકારનું માનવું છે. જો કે, સ્થિતિ સાવ ઉલ્ટી જોવા મળી રહી છે. સરકારના પ્રયત્નો છતાં યોગ્ય પ્રમાણમાં વિદેશી હુંડીયામણ ભારતમાં ઠલવાઈ રહ્યું નથી. અધુરામાં પૂરું ભારતીય કંપનીઓને સ્થિતિ વધુને વધુ બગડતી જાય છે. ખુદ સરકારની બીએસએનએલ, એર ઈન્ડિયા અને ઓઈલ કંપનીઓની હાલત ખરાબ થઈ ચૂકી છે. સરકાર કંપનીઓના ખાનગીકરણના માધ્યમીથી પૈસા રળવા માંગે છે પરંતુ માત્ર મિલકતો વેંચવાની જગ્યાએ સ્થાનિક કક્ષાએ કંપનીઓની સ્થિતિ સુધારવામાં વધુ ધ્યાન આપવામાં આવે તો ભવિષ્યમાં માર્કેટની સ્થિતિ વધુ સ્રિ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારતીય બજારને ફરીથી ધબકતી કરવા માટે મોદી સરકારના બોલ્ડ પગલાની તાતી જરૂર ઉભી થઈ છે. સ્થાનિક કંપનીઓને મોટા પ્રમાણમાં છુટછાટ અવા તો પ્રોત્સાહન આપવામાં આવે તેવી જરૂર છે. મોદી સરકાર માત્ર વિદેશી મુડી રોકાણ પર નહીં પરંતુ સ્થાનિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.