Abtak Media Google News

‘મોદી હે તો મુમકિન હૈ’

રાજ્યસભામાં પણ ૧૦૦ ટકા કામગીરી થતાં દેશની સંસદીય કાર્યવાહીમાં ઐતિહાસિક સત્ર પુરવાર થયું

મોદી સરકાર દેશના સંસદીય ઇતિહાસમાં બંધારણની રીતે સંસદની કાર્યવાહીમાં સવાઈ કામગીરી માટે ઇતિહાસ રચનાર બની રહી છે, દેશના સંસદીય ઇતિહાસમાં લોકસભાની કામગીરી માં આ શિયાળુ સત્ર શુકનવંતુ બન્યું હોય તેમ કેન્દ્ર સરકારને શિયાળુ સત્રમાં લોકસભામાં આ વખતે ૧૧૬ ટકા અને રાજ્યસભામાં ૧૦૦ ટકા કામગીરી કરવામાં સરકાર સફળ રહી હોવાનું સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે સત્રના છેલ્લા દિવસે માહિતી આપી હતી. લોકસભામાં ૧૪ બિલ અને રાજ્યસભામાં ૧૫ ખરડા બહાલ કરવામાં આવ્યા હતા બંને ગ્રહમાં મળીને પંદર ખરડા પસાર કરવામાં આવ્યા હતા તેમ જોશીએ જણાવ્યું હતું.

સંસદીય ઇતિહાસમાં રાજ્યસભાનું ૨૫૦મું સત્ર સરકારની કાર્ય દક્ષા જવાબદારીની પ્રતિબદ્ધતા અને કામગીરી અંગે ગંભીરતા અને ટૂંકાણમાં લાંબાગાળાનું આયોજનનું પ્રતિક બની છે. ઝડપી અને આયોજનબધ્ધ કામગીરીનું પ્રતિક બની ગયાનું જણાવી સભાપતિ એમ વેંકૈયા નાયડુએ તમામ સંશોધનોનું સત્રનું કામગીરીની ગુણવત્તા સુધારવા અને કેટલાક મહત્વના મુદ્દાઓ પર ગંભીર અને બુદ્ધિ ચાતુર્ય ભરી ચર્ચાઓથી રાજ્યની આર્થિક સ્થિતિ અને સંસદના સત્ર સીટીઝન બિલની ચર્ચામાં સભ્યોએ બતાવેલી ઉમંગ અને જવાબદારી ભરેલી કામગીરીથી ગ્રહનું પહેલું સત્ર અપેક્ષાથી વધુ ૧૦૪ ટકા જેટલું વધુ સફળ થયું છે સત્રનિર્ધારિત સમયમાં ૧૦૦ % કામગીરીનું નિમિત્ત બન્યું છે. કદાચ સંસદીય ઇતિહાસમાં એવું પ્રથમ વાર બન્યું છે કે ઉપરાઉપરી બે સત્ર સો ટકા કામગીરીના પ્રતીક બન્યા હોય મને આનંદ છે કે તમે જો આ અવસરને સિદ્ધ કરવામાં સુખદ અને ઉમંગથી નિમિત્ત બન્યા છો.

7537D2F3 11

વેંકૈયા નાયડુએ રાજ્યસભાનું સત્ર પૂરું થવા પહેલા પોતાના સંબોધનમાં સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા બંને ગ્રહ ની સમાપ્તિ બાદ કોંગ્રેસના સંશોધનોની ટિપ્પણી બાદ લોકસભાના સ્પીકર જણાવ્યું હતું કે આ સૂત્ર સંસદીય ઇતિહાસમાં સૌથી વધુ કાર્યક્ષમ બની રહ્યું છે. ચાલુ સત્રના કુલ ફાળવાયેલા સમય ૧૦૮ કલાક અને ૩૦ મિનીટમાં ૨૦ બેઠકો દરમિયાન રાજ્યસભા એ સતત ૧૦૭ કલાક અને ૧૧ મિનિટની ૯૯ ટકા કામગીરી અને કુલ ૧૧ કલાક અને ૪૫ મિનિટની ૧૧ ટકાની કામગીરી કેટલાક ફેરફારોના કારણે વિક્ષેપિત થઈ હતી પરંતુ દસ કલાક અને બાવન મિનિટ ની ઝડપી કાર્યક્ષમતા કામગીરીના પરિણામે સત્ર પૂરું થતાં સુધીમાં ૧૧૬ ટકા કામગીરી પૂરી થઈ હોવાનું જણાવ્યું હતું.

ટ્રાન્સજેન્ડર પર્સન અધિકાર સરક્ષણ ધારો ,નાગરિક અધિકાર સુધારો ૧૦ વર્ષ માટે એસી એસ.ટી.ના અનામત અધિકારની બહાલી આપતાં અનેક ખવડાવો ઉપરાંત ઈસિગરેટ પર પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય સેવા આર્થિક સેવા સહિતના મહત્વના ૧૫ વિધેયકો આ સત્રમાં પારિત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે તમામ સંસદીય કાર્યવાહી લોકતંત્રને વધુ સુદ્દઢ બનાવવા માટે નિમિત્ત બની છે. સત્ર દરમિયાન થયેલી મુક્ત ચર્ચાઓ વિચાર-વિમર્શ અને લાગણીની અભિવ્યક્તિમાં ચર્ચાઓની નિષ્પક્ષ ગુણવત્તાથી આ સૂત્ર ખૂબ જ કાર્યક્ષમ પુરવાર થયું છે. સરકારના સતત પ્રયત્નથી સંસદની કાર્યવાહી અને તમામ ગતિવિધિઓમાં સતત સુધારો નોંધાયો છે. આ વખતનું શિયાળુ સત્ર ૧૦૦ ટકા કામગીરી માટે નિમિત્ત બનીને ભારતની લોકશાહીના જાગૃતિનું પ્રતીક બન્યું છે.

‘મોદી હે તો મુમકિન હૈ’ની ઉક્તિસાંસદના કાર્યવાહીની સંપૂર્ણપણે લક્ષ્ય સિદ્ધિથી વધુ એકવાર સિદ્ધ થઇ છે. સંસદના બંને ગૃહોમાં શિયાળુ સત્રની પૂર્ણ મોતી સુધીમાં ૧૦૦ ટકા કામગીરી નોંધાઈ છે તે દેશના સંસદીય ઇતિહાસમાં સરકારની મોટી ઉપલબ્ધિનું કારણ બનશે વળી સંસદના વર્તમાન ચાલુ સત્રમાં દેશના રાજદ્વારી ઇતિહાસમાં દાયકાઓથીઅન્ન ઉકેલ રહેલા અનેક ખરડાઓને સાંગોપાંગ ઉતારવામાં સરકાર સફળ નીવડી છે નાગરિક સુધારા બિલ જેવા અનેક ખરડાવો સરકારના આયોજન બદ્ધ રીતે કાયદાનું રૂપ આપવામાં સફળતા મેળવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ સાંસદોને શિયાળુ સત્રની ઉપલબ્ધી અંગે અભિનંદન પાઠવ્યા હતા ભારતનું લોકતંત્ર વિશ્વના સૌથી મોટી લોકશાહીનું માન ધરાવે છે અને એક નાના દેશો માટે ભારત પ્રેરક બની રહ્યું છે ત્યારે સંસદની ૧૦૦ ટકા કામગીરી પણ લોકતાંત્રિક ભેદ ચાલતા વિશ્વ માટે પ્રેરણાનું અવસર બની રહે તેમાં બે મત નથી આ તમામ વાતનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ નાયડુ સહિતના સરકારના વરિષ્ઠ સંચાલકોના સંકલનના કારણે શક્ય બન્યું છે સંસદનું આ સવાયું કામ ફરી એકવાર ‘મોદી હે તો મુમકિન હૈ’ની ઉક્તિ સાર્થક કરતું બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.