Abtak Media Google News

દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા ન્યુનતમ ‘ફુગાવો’ હોવો પણ જરૂરી

હાલ ભારત દેશ દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત કરવામાં આવી રહી છે અને તેમાં પણ હાલની સાંપ્રત પરિસ્થિતિમાં દેશની અર્થ વ્યવસ્થા જે દેખાડવામાં આવે છે તે કેટલાઅંશે વ્યાજબી તે પણ એક પ્રશ્ન ઉદભવિત થયો છે. અનેકવિધ ધારાશાસ્ત્રીઓ દ્વારા એ વાત પણ કરવામાં આવે છે કે, શું દેખાય છે તે પ્રકારનું ભારત તંદુરસ્ત છે કે કેમ ? ભારત દેશમાં ફુગાવો વધતાની સાથે જ હો, હા મચી જવા પામતી હોય છે પરંતુ વિદેશની જયારે વાત કરવામાં આવે તો ન્યુનતમ ફુગાવો દેશનાં અર્થવ્યવસ્થા માટે એટલો જ જરૂરી છે.

Advertisement

દેશની જો આર્થિક વ્યવસ્થાને વધુ મજબુત કરવી હોય તો બજારમાં તરલતા ખેડુતોને ઉદભવિત થતાં પ્રશ્નોનું નિરાકરણ અને હાલ જે દેશમાં વિલફુલ ડિફોલ્ટરોનું ચલણ વઘ્યું છે તેનાં પર અંકુશ પ્રાપ્ત કરવો એટલો જ જરૂરી બન્યો છે. દેશનાં વિકાસ માટે અનેક ધારા-ધોરણોમાં સુધારો કરી લોકોને ઉપયોગી સાબિત થાય તે દિશામાં સરકારે પગલા લેવા જોઈએ. હાલ ભારત દેશની અર્થ વ્યવસ્થાને ઘણી ખરી રીતે પ્રભાવિત થઈ છે પરંતુ તે ચિત્ર સામે આવતું જ નથી જે લાંબાગાળા માટે ખુબ જ ગંભીર મુદ્દો ગણવામાં આવી રહ્યો છે.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપીની જે વાત કરી છે અને તેનું જે સ્વપ્ન જોયું છે તે માટે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા સરકારે કમર કસવી પડશે. હાલ ભારત દેશમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. બજારમાં રૂપિયો સહેજ પણ ફરતો નથી ત્યારે સરકાર દ્વારા લોનનાં દરમાં પણ અનેકગણો વધારો કર્યો છે. સાથોસાથ ભારત એક ખેતીપ્રધાન દેશ હોવા છતાં ખેડુતોને જે લાભો મળવા જોઈએ તે મળી શકતા નથી. ખેડુતોને પાક વીમો સહિતનાં અનેક મુદાઓને ધ્યાને લઈ આગળ વધવું પડે છે ત્યારે જો સરકાર તેમનાં દ્વારા જોવામાં આવેલા સ્વપ્નને સાકાર કરવું હોય તો ન્યુનતમ દર પર ફુગાવો વધારવો પડશે જેથી બજારમાં રૂપિયો ફરતો થશે અને વિકાસને વેગ મળશે.

ગરીબ લોકો પર આડકતરી રીતે જે પ્રકારે ટેકસ લાદવામાં આવે છે તેમાં પણ સુધારા કરવા જોઈએ. વ્યાજદરમાં ઘટાડો તથા બોરોયીંગ કોસ્ટમાં પણ ઘટાડો જો સરકાર કરશે તો તેની હકારાત્મક અસર દેશનાં અર્થતંત્ર પર પડશે જેથી વિકાસ અને રોજગારીની તકો પણ ઉભી થશે. અર્થશાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર જો દેશ વિકાસ તરફ પ્રયાણ કરશે તો ચીજ-વસ્તુઓનાં ભાવમાં સહેજ વધારો પણ જોવા મળશે સાથો સાથ કેશ પણ બજારમાં વધુને વધુ ફરશે જેથી તરલતાનો જે પ્રશ્ન સામે ઉદભવિત થતો હોય તે પણ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.