Abtak Media Google News

બીજેપી નેતા સુબ્રમણ્ય સ્વામીએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન મંદિરોમાં જવા પર ટોણો માર્યો છે. સ્વામીએ ગુરુવારે કોગ્રેસ  વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે હિન્દુ છો કે ખ્રિસ્તી તે પહેલા જણાવો? સ્વામીએ કહ્યું મારી જાણકારી મુજબ રાહુલ ગાંધીના ઘર (10 જનપથ)માં ચર્ચ બનેલું છે અને ત્યાં તેઓ પ્રાર્થના માટે જાય છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બુધવારે ગુજરાતમાં હતા. આ દરમિયાન તેમણે દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી, બાદમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ઉપરાંત સાંજે કાગવડમાં પાટીદારોના કુળદેવી ખોડલધામમાં પણ દર્શન કર્યા હતા. સ્વામીનું આ નિવેદન રાહુલે મંદિરોમાં દર્શન કર્યા બાદ આવ્યું છે.

ગુરુવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, સૌથી પહેલા રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે તેઓ ખ્રિસ્તી નહીં હિન્દુ છે. કારણ કે, જો તેઓ હિન્દુ હોય તો તેમના 10 જનપથવાળા ઘરમાં ચર્ચ કેમ છે? અને તેઓ ત્યાં પ્રાર્થના કરવા કેમ જાય છે? આ કારણે રાહુલે તેના પિતાની જેમ જણાવી દેવું જોઈએ કે તે હિન્દુ જ છે. નહીંતર તેમના પર વિશ્વાસ નહીં કરવામાં આવે.

સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી અનેક વર્ષોથી ખ્રિસ્તી છે અને પ્રેયર કરતા રહે છે. તેથી તેઓ તેમનો ધર્મ બતાવે તે જરૂરી છે.રાહુલે ગુજરાત પ્રવાસમાં કર્યા મંદિરોના દર્શનકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ, ચોટીલા અને ખોડલધામના મંદિરમાંદર્શન કરવા ગયા હતા. ઉપરાંત રાજકોટમાં એક ગરબા કાર્યક્રમમાં પણ હાજરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.