શું ટેકાનો ભાવ એક માત્ર ખેડુતોની આવક બમણી કરવાનો ઉપાય?

Happy, Rural, Indian, villager, villager, farm,

આવક બમણી કરવા ખેત ઉપજોનો નિકાસ વધુને વધુ થાય એ પણ એટલું જ જરૂરી

લઘુતમ ટેકાના ભાવ સહિત બાકી રહેતી ત્રણ માંગણીઓ માટે ચાર ડિસેમ્બરે બેઠક, ત્યારબાદ સમિતિની રચના કરાશે

 

અબતક, નવીદિલ્હી

ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે સતત ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરી શકાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે આ મુદ્દાને ધ્યાને લઇ લઘુતમ ટેકાના ભાવ અમરી બનાવવામાં આવ્યો હતો જેથી ખેડૂતોને કોઈ નુકશાની વેઠવી ન પડે પરંતુ હાલની સ્થિતિએ પંજાબમાં ખેડૂતો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો જેને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા તમામ કાયદાઓને રદ કરવામાં આવ્યા છે. પરંતુ સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ સહિતની અન્ય ત્રણ માંગણીઓ માટે ચર્ચા અને વિચારણાં કરવા માટે 4 ડિસેમ્બરના રોજ બેઠક યોજાશે ત્યારબાદ જ આગામી આંદોલન અંગેની દિશા નક્કી કરવામાં આવશે.

તરફ કેન્દ્ર સરકારે પણ સંયુક્ત કિસાન મોરચા ને તાકીદ કરતાં જણાવ્યું હતું કે તેઓ તેમના પગ માંથી પાંચ લોકોના નામ એટલે કે પ્રતિનિધિઓના નામ આપે કે જે પેનલ રૂપે લઘુતમ ટેકાના ભાવ મુદ્દા પર વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા કરી શકે પરંતુ એસકેએમના પ્રતિનિધિઓ દ્વારા એ વાતની પણ પુષ્ટી કરવામાં આવેલી છે કે હજુ આ અંગેનો કોઈ પ્રસ્તાવ કે સુઈ જાવ હજુ સુધી મળ્યો નથી જેને પગલે આગામી 4 ડિસેમ્બરના રોજ યોજાનારી બેઠક બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે શું તે ટેકાનો ભાવ એક માત્ર ખેડૂતોની આવક બમણી કરવા માટેનો ઉપાય છે?

હાલના તબક્કે ભારતમાં અનેક નવી ચીજોનો આવિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે જો ખેતી ક્ષેત્રે પણ ટેકનોલોજી ને ધ્યાને લઇ ક્રાંતિ જોવામાં આવે તો ખેત ઉપજની સાથે ખેડૂતોની આવકમાં પણ જબરો વધારો થઇ શકે છે પરંતુ હાલના તબક્કે ખેડૂતો દ્વારા આ પ્રકારની કોઇ પણ ટેક્નોલોજીનો પૂર્ણત: સ્વીકાર કરવામાં આવતો નથી. ધ્યાને લઇ સરકાર દ્વારા ખેડૂતોની આવક વધુને વધુ થઈ શકે તે માટે ટેકાના ભાવ ને અમલી બનાવવામાં આવ્યો છે ભારત એકમાત્ર એવો દેશ છે કે જે પૂરતી માત્રામાં ખેતી ઉપર જો અને પવિત્ર કરે છે પરંતુ સામે જે વળતર ખેડૂતોને મળવું જોઈએ તે મળી શકતું નથી. બીજી તરફ ખૂલતા માત્રામાં ઉત્પાદન થતું હોવા છતાં જે રીતે નિકાસ થવી જોઈએ તે પણ ન થતા ખેડૂતોને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે ત્યારે ખેડૂતોને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા માટે ખેતપેદાશો અને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે તે દિશામાં પણ સરકાર સતત ચિંતિત અને કાર્યરત જોવા મળી રહી છે.