Abtak Media Google News

‘હિન્દી ચીની ભાઈ ભાઈ ’ શું કોરિયાવળી ભારત-ચીન કરી શકસે ? ટ્રમ્પ ખરેખર ટ્રમ્પ કાર્ડ રમી રહ્યા હોવાની શક્યતા

વિશ્ર્વ શાંતી માટે બે ઐતિહાસિક પ્રકરણો રચાઈ રહ્યા છે. એક તરફ પારંપરીક શત્રુ ઉતરકોરિયા અને દક્ષિણકોરિયા દોસ્ત બન્યા છે બીજી તરફ ભારત અને ચીનના સંબંધોમાં ફરીથી હિન્દી-ચીની ભાઈ-ભાઈની ચર્ચા થઈ રહી છે. વિશ્ર્વ શાંતીના આ બંને પ્રયાસોને જગત જમાદાર અમેરીકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે વધાવી લીધા છે.

ઉતર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દશકાઓથી તકરાર ચાલતી હતી. બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ ચુકયા છે. લાખો લોકોના મોત યુદ્ધમાં નિપજયા છે. આ બંને દેશો વચ્ચેની દુશ્મનીના કારણે વિશ્ર્વયુદ્ધ થશે તેવી દહેશત હતી પરંતુ વિશ્ર્વ શાંતીના ઐતિહાસિક પ્રકરણની શરૂઆત એશિયા ઉપખંડથી થઈ ચુકી છે. ગઈકાલે ઉતર કોરીયાના પ્રમુખ કિંગ જોગ ઉને દક્ષિણ કોરિયામાં પ્રવેશ કર્યો હતો. ૬૫ વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે. બંને દેશો અલગ થયા બાદ એકબીજા સાથે સહમંત થયા છે. આ શાંતી મંત્રણામાં ડ્રોનાલ્ડ ટ્રમ્પ અને કિંગ જોંગ ઉનની બહેને મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું ફલિત થાય છે. ગઈકાલની મુલાકાત દરમિયાન કિંગ જોંગને દક્ષિણ કોરીયાએ મેંગો મુજ નામની નુડલ્સ જેવી મીઠાઈ ખવડાવી હતી.

63946312ઉતર કોરીયા અને દક્ષિણ કોરીયા એક જ મગની બે ફાડ જેવા દેશો છે. છેલ્લા ૬૫ વર્ષોથી બંને વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે. જે ગઈકાલે મિત્રતામાં પરીવર્તીત થઈ છે. આ મિત્રતાને વૈશ્ર્વિક સમુદાયે વધાવી લીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટવીટર પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કોરિયન યુદ્ધનો અંત આવી ગયો છે. આ યુદ્ધના અંત પાછળ ચીનના પ્રમુખ જિનપિંગનો સારો સહકાર મળ્યો છે. તેમની મદદ વગર શાંતીની વાત ખુબ જ લાંબી અને મુશ્કેલ બની ગઈ હોત.

બીજી તરફ ભારત અને ચીન વચ્ચે પણ હિન્દી-ચીની ભાઈ-ભાઈની વાતો વહેતી થઈ છે. વડાપ્રધાન મોદી ચીનના પ્રવાસે છે. દરમિયાન તેઓ ચીનના પ્રમુખ જિનપિંગને મળ્યા છે. સરહદે ચીનની દાદાગીરીનો દાખલો ડોકલામમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી હતી. જોકે મોદીનું ચીનમાં જાંજરમાન સ્વાગત થયું છે. ચીન અને ભારત વચ્ચે વુઆનમાં સમીટ યોજાઈ છે જે બંને દેશો વચ્ચે સાનુકુળ સંબંધોની ખાતરી આપે છે.

આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં આવી જ એક સમીટનું આયોજન કરવાની જાહેરાત કરી હતી અને સમીટમાં જિનપીંગને આવવા આમંત્રણ પાઠવ્યું હતું. એજન્ડા વગરની આ વુઆન સમીટ વિશ્ર્વ શાંતીમાં અગત્યનો ફાળો આપશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.