Abtak Media Google News

૧૫૦ વર્ષ જુના કાયદાનો આજે સુપ્રીમમાં ફેંસલો

વ્યભિચાર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ફેંસલો આવી શકે છે. સુપ્રિમ કોર્ટે એડલ્ટરી પરિભાષિત  કરવા માટેની આઇપીસી ધારા ૪૯૭ નીકલમને લઇ થયેલી એક અરજીને પગલે સુનાવણી મોકુફ રાખી હતી અને પોતાનો ફેંસલો સુરક્ષિત કરી દીધો હતો જે આજે ચીફ જસ્ટિસની અઘ્યક્ષતા વાળી બેંચ આ મામલે ફેંસલો કરશે.

Advertisement

એડલ્ટરી કાનુન અંતર્ગત વિવાહીત મહિલા તેના પતિની ઇચ્છા વિરૂઘ્ધ અન્ય સાથે સંબંધ બનાવે તો તે પુરૂષને પાંચ વર્ષની સજા થઇ શકે છે. એક વ્યભિચારની પરિભાષા નકકી કરવા આઇપીસી ધારા ૪૯૭ માં પુરૂષોને જ સજા થાય તેવું જણાવાયું છે. આ કાયદાને ખતમ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી કરનારનું એવું કહેવું છે કે વ્યભિચારમાં માત્ર પુરૂષોને જવાબદાર શા માટે ગણવામાં આવે છે. સ્ત્રી-પુરૂષ સમાન ગણતા સમાજે આ અંગે સ્ત્રીને પણ એટલી જ જવાબદાર ગણવી જોઇએ.

અગાઉની સુનાવણીમાં કેન્દ્ર દ્વારા ૧૫૦ વર્ષ જુનાના કાયદાને જેમને તેમ રાખવાની દલીલ કરવામાં આવી હતી. કેન્દ્રએ ખંડપીઠને કહ્યું કે વ્યભિચાર અપરાધ છે કેમ કે તેનાથી લગ્ન સંબંધો અને પરિવાર બર્બાદ થઇ જાય છે. અને આ કાયદો લગ્નને બચાવી શકશે. આ સાથે જ સોલીસીટર જનરલ પિંકી આનંદે કહ્યું કે લગ્ન ને એક સંસ્થા તરીકેની પવિત્રતાને ઘ્યાનમાં રાખતા વ્યભિચારને અપરાધ ગણવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ કેન્દ્રની દલીલ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અઘ્યક્ષતા વાળી બેંચે કેન્દ્રને પુછયું કે આ કાયદાથી લગ્નના સંબંધો કેવી રીતે ટકી શકશે ? કોર્ટે કહ્યું કે લગ્નનો મતલબ માત્ર સેકસ નથી અને ના હી સરકાર પત્નીને પતિ સાથે રહેવા મજબુત કરી શકે. સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે ઘણા બધા મામલાઓમાં વ્યભિચાર ટૂટેલા લગ્ન સબંધોનું એક માત્ર કારણ હોઇ શકે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો ફેંસલો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.