Abtak Media Google News

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ગુરૂવારે PSLV-C 43 રોકેટથી હાઈસિસ (HYSIS) સેટેલાઈટ લોન્ચ કર્યો. જે સાથે 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ (1 માઈક્રો અને 29 નેનો) પણ છોડવામાં આવ્યા. પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV)ની આ વર્ષે આ છઠ્ઠી ઉડાન છે. પ્રક્ષેપણની ઊંધી ગણતરી બુધવારે સવારે 5:58 વાગ્યે શરૂ થઈ હતી.

હાઈસિસ વાયુમંડલીય પ્રવૃતિઓની ઓળખ લગાવવાની સાથે ધરતીના મેગ્નેટિક ફીલ્ડનું પણ અધ્યયન કરશે. જે દેશોના ઉપગ્રહ મોકલવામાં આવ્યાં છે તેમાં અમેરિકાના 23 જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક એક સેટેલાઈટ સામેલ છે. આ મહિને આ ઈસરોનું બીજું લોન્ચિંગ છે. આ પહેલાં 14 નવેમ્બરે એજન્સીએ સેટેલાઈટ GSAT 29 છોડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.