Abtak Media Google News

મિશનમાં ભાગ લેવા ભારતીય કાર્ટોસેટ-૨ મલ્ટી સ્પેકટ્રલ કેમેરા અને પેનક્રોમેટીક કેમેરાથી સજ્જ કરાઈ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન ઈસરોએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ એકી સાથે ૩૧ સેટેલાઈટ લોન્ચ કરશે. જેમાની ભારતની કાર્ટોસેટ-૨ સ્પેસ ક્રાફટનો સમાવેશ કરવામાં આવશે. ભારતના ઈતિહાસમાં ૧૦ જાન્યુઆરીના રોજ પોલાર રોકેટમાં પ્રથમ વખત પોલાર સેટેલાઈટો લોન્ચ કરવામાં આવશે. જોકે આ પૂર્વ આઈઆરએનએસએસ દ્વારા ઓગસ્ટમાં થયેલું મિશન નિષ્ફળ નિવડયું હતું પરંતુ ઈસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મિસાઈલોનું મુખ્ય લક્ષ્યાંક ભારતીય કાર્ટોસાટ-૨ થી વિશ્ર્વ પરીક્ષણ સેટેલાઈટ સફળ કરવાનું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટુંક સમયમાં જ મિશન રેડીનેસ કમિટી અને લોન્ચ ઓથોરીટી બોર્ડની બેઠક યોજાશે અને ચેન્નઈથી ૧૦૦ કિ.મી. દુર આંધપ્રદેશના શ્રિહરી કોટામાંથી લોન્ચ કરાશે. તો મિશનમાં ૨૮ વિદેશી તેનો સેટેલાઈગટ, એક માઈક્રો અને એક ભારતીય નેનો સેટેલાઈટ સહિત એક કાર્ગોસાટ સેટેલાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઓગસ્ટ ૩૧એ ભારત બેકઅપ નેવીગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-૧ એચ લોન્ચ કરશે. ઈસરોએ જણાવ્યું હતું કે, લોન્ચ સિકવન્સમાં અલગ હિટ શિલ્ડ હશે નથી.

ઈસરો પ્રમાણે કાર્ટેસાટ-૨ સેટેલાઈટ લોન્ચ કરવાથી પ્રાથમિક ફાયદાઓ થશે જે એક મોટી સિદ્ધિ સાબિત થશે. જે પેન્ક્રોમેટીક અને મલ્ટી સ્પેકટ્રલ કેમેરા ધરાવે છે. જેની ક્ષમતા અદભુત છે. આ પૂર્વ સરકારે સ્પેસ વાહનોને ખાનગી મેન્યુફેકટરોને સોંપવાની વાત કરી હતી. જોકે ભારત એક વર્ષમાં ૮ થી ૯ સેટેલાઈટો લોન્ચ કરે છે ત્યારે ૩૧ સેટેલાઈટ લોન્ચ કરી ભારતમાં ઈતિહાસનું સર્જન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.