Abtak Media Google News

અંતરિક્ષ વિભગના મંત્રી જીતેન્દ્ર સિંહ લોન્ચિંગ સમયે હાજર રહેશે

ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત પ્રથમ રોકેટ ’વિક્રમ-એસ’ શુક્રવારના રોજ અંતરીકક્ષમાં  લોન્ચ કરવામાં આવશે. હૈદરાબાદના સ્પેસ સ્ટાર્ટઅપ ’સ્કાયરૂટ એરોસ્પેસ’એ આ અંગે માહિતી આપી હતી. ’પ્રરંભ’ નામનું સ્કાયરૂટ એરોસ્પેસનું આ પ્રથમ મિશન ત્રણ ઉપભોક્તા પેલોડ વહન કરશે અને શ્રીહરિકોટા ખાતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, દરેકની નજર આવકાશ તરફ છે.  મુખ્ય કાર્યકારી અધિકારી અને સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ જણાવ્યું હતું કે લોન્ચ સવારે 11.30 વાગ્યે કરવામાં આવશે.

આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ મીડિયાને જણાવ્યું કે રોકેટનું નામ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ-એસ રાખવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણને મિશન પ્રરંભ નામ આપવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપનીના મિશન લોન્ચના મિશન પેચનું અનાવરણ ઈસરોના ચીફ ડો. એસ. સોમનાથે કર્યું છે.ભારત દેશ હાલ અવકાશી ખેતી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. અને તે માટે અનેક રિસર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. સરકાર અવકાશી ખેતી કરવા માટે અંતરિક્ષમાં ઘણા ખરા પ્રયોગો હાથ ધરાયા છે. ત્યારે હવે ખાનગી કંપનીઓને અંતરિક્ષમાં પગદંડો જમાવવા માટે વિકાસલક્ષી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. સરકારે અનેકવિધ સ્ટાર્ટઅપ અવકાશી ક્ષેત્રને વિકસિત કરવા માટે શરૂ કર્યા છે જેનો લાભ આવનારા સમયમાં ભારતને પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.