Abtak Media Google News

ઈસરોએ લોન્ચ કરેલ સેટેલાઈટ ઇઓએસ-06એ આખા ગુજરાતની તસ્વીર ક્લિક કરી, વડાપ્રધાને તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગુજરાતને લગતી ચાર તસવીર શેર કરી છે. આ તસવીરો ઈસરોના સેટેલાઈટ ઇઓએસ-06ની મદદ ક્લિક કરવામાં આવી છે. આ સેટેલાઈટ ગયા સપ્તાહે લોંચ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરો શેર કરતાં પૂછ્યું છે કે શું તમે આવી આકર્ષક તસવીરો જોઈ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતની ખૂબ જ સુંદર કેટલીક તસવીરો શેર કરી રહ્યો છું.જેને સેટેલાઈટ ઇઓએસ-06 મારફતે લેવામાં આવી છે.

વડાપ્રધાને ગુજરાતના સેટેલાઈટ વ્યૂને દેખાડતી ચાર તસવીરો શેર કરી છે, અને કહ્યું છે કે સ્પેસ ટેકનોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતોની આગાહી કરવા તથા આપણા તટીય અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવામં મદદરૂપ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 1,214 કિમી છે,જે રાજ્યના 16 જિલ્લા સાથે જોડાયેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલી તસવીરોમાં ગુજરાતના અતિ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈસરોએ ઇઓએસ-6 ઉપગ્રહ 26 નવેમ્બર 2022ના રોજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. આ ઓશનસેટ સિરીઝની ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. ઓશનસેટ-2ને સપ્ટેમ્બર 2009માં લોંચ કર્યો હતો. ઈઓએસ-06 એ 1,117 કિલોગ્રામ વજન ધરાવે છે. આ ઉપગ્રહનું કામ સમુદ્રની સપાટીના તાપમાનનું મોનિટર કરવાનું છે. તેની મદદથી સમુદ્રી ચક્રવાતો પર નજર રાખે છે અને તેનું વધારે સારું ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ સેટેલાઈટ સમુદ્રી તટ વિસ્તારોમાં સંશાધનોની શોધ કરવામાં મદદ કરે છે.

ઈસરોએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઇઓએસ-06 સેટેલાઈટ કે જેને પીએસએલવી-સી 54ની મદદથી ગત શનિવારે આઠ અને નેનો સેટેલાઈટ લોંચ કર્યો હતો. ત્યારબાદ નેશનલ રિમોટ સેસિંગ સેન્ટરમાં આ પ્રથમ તસવીર મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.