Abtak Media Google News

કેન્દ્ર સરકારે નોટબંધીના મામલામાં સુપ્રિમ કોર્ટમાં દાખલ કર્યું એફિડેવિટ

કેન્દ્ર સરકારે નોટબંધીના મામલામાં બચાવ કરતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. 2016 ના નોટબંધી કેસમાં દાખલ કરવામાં આવેલા આ સોગંદનામામાં, સરકારે કહ્યું કે 500 અને 1000ની નોટ ચલણમાં વધુ હતું. એટલે નોટબંધી કરવામાં આવી હતી. ઉપરાંત નકલી ચલણ અને આતંકવાદી ભંડોળનો સામનો કરવા માટે આ એક અસરકારક પગલું હતું.

આ ઉપરાંત નોટબંધી એ કાળું નાણું, કરચોરી વગેરે જેવા નાણાકીય ગુનાઓ સામે લડવાનો પણ એક અસરકારક માર્ગ છે.  સમસ્યાઓનો અભ્યાસ કર્યા પછી, કેન્દ્રએ આ અસરકારક ઉપાયની હકારાત્મક નોંધ લીધી.  કેન્દ્રએ તેના પગલાના સમર્થનમાં કહ્યું છે કે નોટબંધીનો આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંકની ભલામણ પર લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સરકારને નોટબંધી અંગે તેની બંધારણીય માન્યતા અંગે પ્રશ્ન પૂછ્યો હતો.  પાંચ જજની બંધારણીય બેન્ચે નોટબંધીના નિર્ણય પર કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી જવાબ માંગ્યો હતો.  કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાના નિર્ણય અંગે વ્યાપક એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી.  આ અંતર્ગત દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે દેશમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  જેના કારણે નોટબંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી.  સૌથી પહેલા વિવેક નારણ શર્માએ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પડકાર્યો હતો.  2016 થી, નોટબંધી વિરુદ્ધ 57 વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.