Abtak Media Google News

શ્રાદ્ધપક્ષ અત્યારે ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી રહ્યા છે, પીંડદાન કરી રહ્યા છે, બ્રાહ્મણને ભોજન કરાવી રહ્યા છે ફઅને જરૂરિયાતમંદને દાન કરી રહ્યા છે. શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તર્પણ વિધિ કે પીંડદાન એટલે કે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના જીવનમાં જો કોઈ પિતૃ દોષ લાગ્યો છે તો પણ તેનું નિવારણ શ્રાદ્ધ કર્મ થી થઈ જતું હોવાની માન્યતા છે.

પણ શ્રાદ્ધ કર્મ કાગ ભોજન વગર તો અધુરૂ મનાય છે. પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે શઅરાદ્ધ પર કાગડાને ભોજન કરાવવું એટલે તો જાણે પિતૃઓને જમાડવા ! ત્યારે સવાલ તો એ છે કે કેમ આપણા શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનો મહિમા છે ?

શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલા વરદાન: આ વરદાન થી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ

આપણે ત્યાં એવી માન્યતા છે કે કાગડો જો ઘરની છત પર આવી ને બોલે છે તો તેનો અર્થ એવો થાય છે કે કોઈ મહેમાન આવે છે. વળી કોઈ એવું પણ કહે છે કે કાગડાનું બોલવું એટલે શુભ અને અશુભ બંન્ને માટે વ્યક્તિને સાવધાન કરવું. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ માં જો કાગડો વ્યક્તિ દ્વારા અપાયેલું ભોજન ગ્રહણ કરે છે તો તેનો અર્થ એ થાય છે કે પિતૃઓ દ્વારા તેને ગ્રહણ કરવામાં આવ્યું, પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને વ્યક્તિ પર પિતૃઓની કૃપા વરસી. કાગડાને અતૃપ્તાતાનું પ્રતિક માનવામાં આવે છે. અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલા વરદાનની એક લોકકથા ખુબ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આ વરદાન થી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ. રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ પર હતાં ત્યારે ઈંદ્ર પુત્ર જયંતએ કાગડાનું રૂપ ધરી માતા સીતાના પગમાં તેની ચાંચ મારી હતી. તે વખતે શ્રીરામે બાણથી કાગડાનું રૂપ ધારણ કરી આવેલા જયંતની આંખ ફોડી દીધી. જો કે ત્યારબાદ જયંતની માફી પર શ્રીરામે તેમને માફ કરી વરદાન આપ્યું કે કાગડાને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે. કહે છે કે બસ ત્યારથી જ શ્રાદ્ધ પર પિતૃઓને તૃપ્ત કરવા કાગડાને ભોજન કરાવવાની પરંપરા શરૂ થઈ.

પિતૃઓને મોક્ષ ગતિ આપતી ઇન્દિરા એકાદશીનું મહત્વ અને પૂજન

ઇન્દ્રએ આ વ્રત કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા. અને પોતાના માતા પિતાનો મોક્ષ થયો હતો તેની યાદ અપાવતી એકાદશી ઇન્દ્ર એકાદશી.આ એકાદશી નુ વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે.અને વાજપેય યજ્ઞ નુ ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ ઓને મોક્ષ ગતિ મળે છે

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સત્યયુગ મા ઇન્દ્રસેન નામના રાજા થઈ ગયા ત્યા એકવાર નારદજી પધારે છે.રાજા નારદજીને પ્રણામ કરી આદર સત્કાર આપે છે અને રાજા નારદજીને પુછે છે પુજા ના કેટલા પ્રકાર હોય છે ત્યારે નારદજી કહે છે ત્રણ પ્રકારે પુજા થાય છે એક તો વૈદિક પુજા જે સાત્વિક ગણાય છે જેમાં વ્રત, જપ, તપ વૈદિક પૂજા પાઠ મંત્રચાર રુદ્રી ચંડીપાઠ આવે છે. બીજો પ્રકાર છે. પૌરાણિક : જે પણ સાત્વીક અને ઉત્તમ છે. તેમાં સ્તોત્રોના પાઠ કરવા રામાયણ ભગવાન જેવા ગ્રંથોનુ શ્રવણ કરવુ સંત સમાગમ એટલે કે સંતોના આર્શીવાદ લેવા પુજા પાઠ કરવા ત્રીજો પ્રકાર છે તાંત્રિક જે થોડો કઠીન અને ગુરૂમુખી છે જેનો ઉપયોગ યોગ્ય સમયે જ કરી શકાય છે. પરંતુ  સચા માર્ગે  ચાલવુ એ જ સાચું

પુજામાં જે વૈદિક મંત્ર ભણીએ તેમા પરમ તત્વની પહેચાન કરવાની સામગ્રી જ ભરી છે અને નારદજી કહે છે આપણો પુર્વજોના ગુણોનુ ચિંતન શ્રાધ્ધ ગણાય છે.આ જન્મમા કરેલા અશુભ કર્મો આગલા જન્મમા નડે જ છે અને પૂર્વજનોના પાપો તેમના વંશ વારસા ને નડે છે.પાપ છે તે તળિયા વિનાના ખાડા જેવુ છે જેમા પડતા બચી શકો પરંતુ એકવાર પડયા પછી બહાર નીકળી શકતા નથી આથી પાપનો તિરસ્કાર કરો અને પાપીના સંગથી પણ દુર રહો.નારદજી ઇન્દ્રસેન ને કહે છે સંત સમાગમ અને ભાગવત, રામાયણ, નુ પઠન જે પાપના દોષમાંથી બચાવી શકે છે

આમ અવીરીતે રાજા ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રત કરી અને પોતાના માતાપિતાને  મોક્ષ ગતિ અપાવે છે

મંગળવારે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી પહેલા પિતૃઓને પગે લાગવું, ત્યારબાદ પૂજા પાઠ કરી બ્રાહ્મણ ભોજન કરાવવું અને દિવસ દરમ્યાન શાલીગ્રામની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા, પીપળે પાણી રેડવું, દિવો કરવો, પ્રદક્ષિણા ફરવી . આમ કરવાથી પિતૃને મોક્ષ ગતી મળે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે . આ દિવસે સાથે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે અને તર્પણ પીંડદાન પણ કરાવી શકાય છે . રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું . પુરાણોમાં જણાવ્યા અનુસાર જે આપણને દેવતા આશીર્વાદ આપી શકતા નથી તે પિતૃઓ આપણને આપી શકે છે .—શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.