Abtak Media Google News

ગુરૂદેવના સાંનિધ્યે 100થી વધુ તપ આરાધકોનો તપસ્વી અનુમોદના અવસર યોજાયો

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-ઓમાનવાલા ઉપાશ્રયમાં ઉજવાયેલ પારણા અવસરની ભાવભીની અનુમોદના

રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ- ઓમાનવાલા ઉપાશ્રય- સી. એમ. શેઠ પોષધશાળાના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને તપસ્વીની પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી આદિના સાંનિધ્યે કેતનભાઈ શેઠ, વીણાબેન શેઠ તેમજ કુમારી હિલોનીબેન શેઠ આદિ 100થી વધુ તપ આરાધકોનો આયોજિત કરવામાં આવેલો તપસ્વી અનુમોદનાનો અવસર દેશ-પરદેશના હજારો ભાવિકો માટે તપની પ્રેરણા ઉત્સવ બન્યો.

તપ ધર્મ અને તપસ્વી આત્માઓની અનુમોદના સાથે તપશ્ચર્યાનું મહત્ત્વ દર્શાવતાં આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવેહૃદયસ્પર્શી બોધ ફરમાવતાં કહ્યું હતું કે, તપધર્મનો પ્રભાવ એવો હોય છે કે, એની સામે ભલભલા સહજરૂપે નતમસ્તક બની જાય. જૈન દર્શનનો દરેક સાધક એવો હોય જે સ્વયંની આત્મસાધના સાથે બીજા અનેકો-અનેકોને સાધનામાં જોડી દેનારો હોય. પ્રભુ સાથે સ્વયં જોડાઈ જવું તે શ્રેષ્ઠ છે, પરંતુ પોતાની સાથે-સાથે બીજા અનેક આત્માઓને પ્રભુ સાથે જોડી દેવા તે સર્વ શ્રેષ્ઠ હોય છે. તપસ્વીની પૂજ્ય વનિતાબાઈ મહાસતીજીએ તેમજ પૂજ્ય  અજિતાબાઈ મહાસતીજીએ કસોટીમાં પણ દ્રઢ રહેનારા તપસ્વીઓની પ્રશસ્તિ અને અનુમોદના કરતાં બોધ પ્રવચન ફરમાવીનેસહુને પ્રેરિત કર્યા હતાં .

તપ ધર્મની અનુમોદના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  સંજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલતપ અનુમોદના મહોત્સવના દ્વિતીય દિવસે તા. 28/03/2021 રવિવાર સવારના 09.00 કલાકે તપસ્વી ભાવિકોના કળશ પ્રત્યાખ્યાનનો અવસર આયોજિત કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.